Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લોકોને ખાડાથી બચાવવા આડાશ મૂકવી પડી, તંત્ર નિંદ્રાધીન

VADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ વિસ્તારમાં પેટ્રોલ પંપથી સેફ્રોન ટાવર તરફ આવતા-જતા રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ ખાડાઓમાં થઇ રોજ હજારો વાહનો પસાર થાય છે. છતાં તંત્રના ધ્યાને આ ખાડાઓને લાંબા ગાળા માટે રીપેર કરવાનું કામ આવ્યું...
vadodara   લોકોને ખાડાથી બચાવવા આડાશ મૂકવી પડી  તંત્ર નિંદ્રાધીન
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ વિસ્તારમાં પેટ્રોલ પંપથી સેફ્રોન ટાવર તરફ આવતા-જતા રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ ખાડાઓમાં થઇ રોજ હજારો વાહનો પસાર થાય છે. છતાં તંત્રના ધ્યાને આ ખાડાઓને લાંબા ગાળા માટે રીપેર કરવાનું કામ આવ્યું નથી. તાજેતરમાં બે ટુ વ્હીલર ચાલકો અહિંયાથી પસાર થતા સમયે પડ્યા હતા. જે બાદ અન્ય કોઇ આ ખાડાનો ભોગ ન બને તે માટે આજે સવારે તેની આગળ આડાશ કરી દીધી હોવાનું જોવા મળ્યું હતું. સંભવત આ રીતને પ્રથમ પ્રયાસ હશે.

રસ્તા પર પટકાઇ શકે છે

વડોદરામાં ચોમાસામાં ખાડા પડવાની સમસ્યા કોઇ નવી વાત નથી. પરંતુ હવે ખાડા પણ એવા પડી રહ્યા છે, કે જેમાં વાહન પડતા ચાલક બેલેન્સ ગુમાવે અને પડી જાય. આવી જ સ્થિતી શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી પેટ્રોલપંપ ચાર રસ્તાથી સેફ્રોન ટાવર તરફ જવા-આવવાના રસ્તે થઇ છે. અહિંયા અલગ અલગ પ્રકારના ખાડા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ ખાડા પૈકી કેટલાક તો એવા જોખમી છે કે, ચાલક કાબુ ગુમાવે અને રસ્તા પર પટકાઇ શકે છે. આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે ખાડાની આગળ આડાશ મુકવામાં આવી છે. અને વાહન ચાલકોને સતર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Advertisement

હાથમાં સોજો આવ્યો

MSU ના વિદ્યાર્થી શિવમે જણાવ્યું કે, હું બે દિવસ પહેલા અહિંયાથી પસાસ થઇ રહ્યો હતો. તેવામાં મારી આગળ જતા એક્ટીવા ચાલકે બેલેન્સ ગુમાવતા તે પડી ગયો હતો. તેને બચાવવા જતા મારી બાઇક સ્લીપ થઇ ગઇ હતી. અને હું પણ પાછળ પડ્યો હતો. તેના લીધે મારા હાથમાં સોજો આવ્યો છે. આ ખાડાને એક મહિનાથી વધારે સમય થઇ ગયો છે. ખાડો ખાલી માટીથી પુરી દેવામાં આવે છે.

Advertisement

સૌથી વ્યસ્ત રહેતો રસ્તો

વધુમાં તેણે ઉમેર્યું કે, તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેટલા વાહનો અહિંયાથી જાય છે તે તમામને તેની અસર થાય છે. વરસાદ થાય એટલે માટી વહી જાય છે. અને બીજી તરફ ખાડો મોટો થયો જાય છે. જેથી આજે આડાશ ઉભી કરીને વાહન ચાલકોને સચેત કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આડાશમાં બેનર, પથ્થર તથા કચરાપેટી રસ્તા પર મુકવામાં આવ્યા છે. આ સૌથી વ્યસ્ત રહેતો રસ્તો છે. આ રસ્તા પર અલગ અલગ આકારના ખાડાઓ જોવા મળે છે. મુન લેન્ડીંગ જેવા ખાડા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : નટુભાઇ સર્કલ પાસે લક્ઝરી બસ ભટકાતા સિગ્નલનો થાંભલો તુટી પડ્યો

Tags :
Advertisement

.

×