VADODARA : ફેટલ અકસ્માતમાં આરોપીઓના સૌથી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરતી RTO
VADODARA : વડોદરા (VADODARA) માં ફેટલ અકસ્માતથી લઇને ટ્રાફિકના નિયમો તોડવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. આવા કિસ્સાઓ સામે વડોદરાની આરટીઓ કચેરી (VADODARA RTO OFFICE) પણ કડક હાથે કામ લઈ રહી છે. ચાલુ વર્ષે ફેટલ અકસ્માત (FETAL ACCIDENT) ના ગુનામાં સૌથી વધુ 77 લાયસન્સ સસ્પેન્ડ (DRIVING LICENCE SUSPENDED - VADODARA RTO) કરવામાં આવ્યા છે. આ સાથે જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવું, અથવા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કિસ્સામાં પણ લાસયન્સ સસ્પેન્ડ કરીને કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઇને ટ્રાફિકના નિયમો પ્રત્યે બેદલકારી દાખવનારા ચાલકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
પોલીસ વિભાગ દ્વારા કડકાઇ દાખવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે
વડોદરા શહેર-જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ તથા વાહન ચલાવવામાં બેદરકારીની ઘટનાઓ સામે આવતી રહી છે. ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા કડકાઇ દાખવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આવા તત્વો પર લગામ કસવા માટે વડોદરાની આરટીઓ કચેરી દ્વારા પણ કડક પગલાં લેવામાં આવતા હોય છે. ફેટલ અકસ્માત, ડ્રિંક એન્ડ ડ્રાઇવ તથા ગંભીર ગુનાઓમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.
100 જેટલા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા
વડોદરા RTO ના ઇન્સ્પેક્ટર જે. કે. પટેલે મીડિયાને જણાવ્યું કે, વડોદરા શહેર જિલ્લામાં અકસ્માત, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, ટ્રાફિકના ગુનાઓમાં જે વાહન ચાલકો પકડાયેલા છે. વર્ષ 2024 માં ફેટલના ગુનામાં પકડાયેલા 77 ડ્રાઇવીંગ લાયસન્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડ્રાઇવીંગ લાયસન્સ ડ્રિંક એન્ડ ડ્રાઇવના ગુનામાં પકડાયેલા હોવાથી 14 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વધુમાં જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, તેવા વાહન ચાલકોની યાદી આપ્યા અનુસાર, 9 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી કરવામાં આવશે
વધુમાં જણાવ્યું કે,આરટીઓ કચેરી દ્વારા અલગ-અલગ જગ્યાઓ પર નિયમિત કાર્યવાહી કરવામાં આવે છે. જુદા જુદા પોઈન્ટ પર અનઅધિકૃત પેસેન્જર બેસાડીને જતા હોય, રોડ સેફ્ટીના નિયમોનો ભંગ કરવામાં આવે, તે માટેની ડ્રાઇવ કરવામાં આવતી હોય છે. ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી કરવામાં આવશે. નિયમો તોડનાર સામે કાર્યવાહી કરવામાં આવશે, અને જો કોઇ ગંભીર ગુનામાં સંડોવાયેલો હશે તો તેના વિરૂદ્ધ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. દરેક વાહન ચાલકે, નિયમોનું પાલન કરવું જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : ભરૂચ દુષકર્મ કેસના આરોપીનું એન્કાઉન્ટર કરવા માગ