VADODARA : RTO નું સર્વર ખોટકાતાં અરજદારો પરસેવે નાહ્યા, સમયનો વેડફાટ
VADODARA : આરટીઓ કચેરીમાં સર્વર ખોટકાવવું કોઇ નવી વાત નથી. સમયાંતરે આ ઘટના સામે આવતી રહે છે. પરંતુ ઉનાળામાં આ ઘટના સામે આવતા અરજદરો વગરવાંકે પરસેવા નાહવા મજબુર બન્યા હતા. અને કલાકો સુધી તેમના સમયનો વેડફાટ થયો હતો. આશરે ત્રણ કલાક સુધી સર્વર શરૂ થયું ન હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું છે. જેની સામે અરજદારોમાં છુપો રોષ જોવા મળી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં આશરે 300 જેટલા અરજદારો અટવાયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. (RTO SERVER ISSUE, APPLICANT FACE PROBLEM - VADODARA)
પ્રતિદિન 400 જેટલી એપાઇન્ટમેન્ટ હોય છે
તાજેતરમાં વડોદરા આરટીઓ કચેરી ખાતે સર્વર સવારથી જ ખોટકાઇ ગયું હતુ. શરૂઆતમાં માંડ ત્રણ જેટલા ટેસ્ટ બાદ સર્વર ખોટકાઇ જવાના કારણે મુશ્કેલી સર્જાઇ હતી. જેને પગલે ત્રણ કલાક જેટલો સમય અરજદારો ગરમીમાં રહેવા મજબુર બન્યા હતા. દરમિયાન તેમણે પરસેવા નાહ્વું પડે તેવી સ્થિતી સર્જાઇ હતી, અને તેમના સમયનો વેડફાટ થયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરામાં ટુ વ્હીરલ અને ફોર વ્હીલર વાહનો માટે મળીને પ્રતિદિન 400 જેટલી એપાઇન્ટમેન્ટ હોય છે. આશરે 300 જેટલા અરદજારો ટ્રેક પર ટેસ્ટ આપતા હોય છે.
ત્રણ કલાક સુધી અરજદારો અટવાયા
ઘટના અંગે આરટીઓ અધિકારીનું કહેવું છે કે, આ મુશ્કેલી સ્થાનિક કક્ષાએ સર્વર ઇશ્યું હોવાના કારણે સર્જાઇ હતી. સવારે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ત્રણ જેટલા ટેસ્ટ લઇ શકાયા હતા. બાદમાં સર્વરની સમસ્યા સર્જાઇ હતી. નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાક્રમમાં આશરે ત્રણ કલાક સુધી અરજદારો અટવાયા હતા. જે બાદ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન અટવાયેલા અરજદારોનું કહેવું છે કે, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તેની તંત્રે ખાસ તકેદારી રાખવી જોઇએ.
આ પણ વાંચો --- VADODARA : કરે કોઇ ભરે કોઇ, ભીષણ આગમાં વેપારીને મોટું નુકશાન