VADODARA : અગત્યની રૂપારેલ કાંસમાં દુષિત પાણીનો નિકાલ
VADODARA : વરસાદી પાણીના નિકાલ માટે અગત્યની ગણાતી વડોદરા (VADODARA) ના દંતેશ્વરની રૂપારેલ કાંસ (RUPAREL KANS - VADODARA) માં દુષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું વાયરલ વીડિયો (VIRAL VIDEO) મારફતે સપાટી પર આવ્યું છે. દર વર્ષે પાલિકા કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી કાંસની સાફ-સફાઇ કરતી હોય છે. ત્યારે આ પ્રકારનું કૃત્ય પાલિકાના પ્રયાસોને ઠેસ પહોંચાડનારૂં છે. હવે આ મામલે બેજવાબદારનો શોધી કાઢીને તેની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવું રહ્યું.
ડ્રેઇન માસ્ટર મશીન રૂપારેલ કાંસમાં ઉતારીને તેની સફાઇ કરવામાં આવી હતી
કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતક્રમ પામવા માટે વડોદરા પાલિકા ધમપછાડા કરી રહી છે. તેવામાં પાલિકાના પ્રયાસોને ઠેસ પહોંચે તેવી ઘટના વાયરલ વીડિયો મારફતે સામે આવી છે. પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે લાખો રૂપિયાનો ખર્ચ કરીને ડ્રેઇન માસ્ટર મશીન રૂપારેલ કાંસમાં ઉતારીને તેની સફાઇ કરવામાં આવી હતી. આ કાંસ વરસાદી પાણીના નિકાલ માટે મહત્વની હોવાના કારણે તેની યોગ્ય જાળવણી જરૂરી છે. જો કે, ચોમાસા બાદ હવે તેમાં દુષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું સપાટી પર આવ્યું છે.
જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
તાજેતરમાં ટેન્કરમાં ભરેલા દુષિત પાણીને રૂપારેલ કાંસમાં વહાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. વિસ્તારના લોકો દુર્ગંધ, અને મચ્છરોના ત્રાસથી ત્રસ્ત છે, ત્યારે આ પ્રકારનું કામ રોષ પેદા કરે તેવું છે. જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, આ ઘટનાથી તંત્ર અજાણ છે. શહેરમાં માનવસર્જિત પુર બાદ વરસાદી ચેનલોની જાળવણીનું મહત્વ ઓર વધી જાય છે. ત્યારે વડોદરામાં તેનાથી વિપરીત ચેનલનો ઉપયોગ દુષિત માટીવાળા પાણીનો નિકાલ કરવામાં થાય છે. જે ખરેખર ચિંતાનજક છે.
આ પણ વાંચો -- VADODARA : અગ્રણી ભંવરલાલ ગૌડ બોગસ ખેડૂત નીકળ્યા, ફરિયાદ નોંધાઇ