VADODARA : પૂર ઝડપે જતી બે રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર, 10 થી વધુ ઇજાગ્રસ્ત
VADODARA : દેશભરમાં માર્ગ સલામતી માસની (ROAD SAFETY MONTH CELEBRATION - VADODARA) ઉજવણી શરૂ કરવામાં આવી છે. ત્યારે વડોદરા ગ્રામ્યમાં આવતા આંકાલવ (VADODARA RURAL ANKLAV) પાસે પૂર ઝડપે મુસાફરોને લઇને જતી રીક્ષા સામસામે ભટકાઇ (TWO RICKSHAW ACCIDENT - VADODARA) છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે, રીક્ષાનો તો કચ્ચરઘાણ નીકળી ગયો છે. બીજી તરફ આ ઘટનામાં 10 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તે પૈકી 7 ને વડોદરાની એસએસજી હોસ્પિટલ તથા ગોત્રી, જીએમઇઆરએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યાં તમામને સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં એક પુરૂષને ગંભીર ઇજાઓ પહોંચી છે. અને અકસ્માત સ્થળ પર જ તેમનું હાડકું બહાર આવી ગયું હોવાનું પ્રત્યદર્શીએ મીડિયાને જણાવ્યું છે.
ઇજાગ્રસ્તોને જીએમઇઆરએસ હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં લવાયા
વડોદરા સહિત દેશભરમાં માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે ટ્રાફિક પોલીસ વિવિધ પગલાં ભરી રહી છે. તો બીજી તરફ લોકો ઝડપની મજામાં અન્યના જીવને જોખમમાં મુકી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. વડોદરા ગ્રામ્યમાં આવતા આંકલાવ પાસે પૂર ઝડપે જતી રીક્ષા સામસામે ભટકાઇ છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે, રીક્ષાનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સાથે જ બંને રીક્ષામાં મુસાફરી કરતા 10 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેઓને વડોદરાની ગોત્રી, જીએમઇઆરએસ હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બે રીક્ષાની ટક્કરમાં 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થતા તેમને કેટલા ઠાંસીઠાંસીને બેસાડવામાં આવ્યા હશે, તે વાતનો અંદાજો લગાડી શકાય છે.
હઠીપુરાથી આંકલાવ વચ્ચે આ અકસ્માત થયો
મહિલા મુસાફરે જણાવ્યું કે, બે રીક્ષા સામસામી ટકરાઇ હતી. બંને રીક્ષાઓ પુરઝડપમાં આવતી હતી. બંનેમાં 10 થી વધુ મુસાફરો હતો. રીક્ષાનો તો કચ્ચરઘાણ નીકળી ગયો છે. હઠીપુરાથી આંકલાવ વચ્ચે આ અકસ્માત થયો હતો. એક મુસાફરનું તો હાડકું પણ બહાર આવી ગયું હોય તેમ જોવા મળ્યું હતું. અત્રે નોંધનીય છે કે, હોસ્પિટલમાં સારવાર હેઠળ આવેલા દર્દીઓ પીડાથી કણસી રહ્યા હોવાનું સ્પષ્ટ સાંભળવા મળી રહ્યું હતું.
ઇમરજન્સી વોર્ડમાં તમામને સારવાર
સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં 10 થી વધુ નાની-મોટી ઇજાઓ પામનાર મુસાફરો પૈકી 4 એસએસજી હોસ્પિટલ અને 3 ને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. એસએસજી હોસ્પિટલમાં શાંતિલાલ માળીની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક સુત્રોએ જણાવ્યું છે. લાલજી ગોહિલ, શારદાબેન ગોહિલ, વિનુભાઇ ગોહિલને નાની-મોટી ઇજા પહોંચી છે. એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તમામને સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : ઊંઘમાં ચાલતા યુવકને મોત મળ્યું