Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઇંટના ભઠ્ઠાની ઓફિસમાં પરિણિતા પર દુષકર્મ, મોઢું બંધ રાખવા ધમકી આપી

VADODARA : પીડિતા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધનાર ઇંટના ભઠ્ઠાના શેઠ હોવાથી તેમના મનમાં બીક હતી. જેથી જે તે સમયે ફરિયાદ આપવામાં આવી ન્હતી
vadodara   ઇંટના ભઠ્ઠાની ઓફિસમાં પરિણિતા પર દુષકર્મ  મોઢું બંધ રાખવા ધમકી આપી
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા ભાદરવા પોલીસ મથક (BHADARVA POLICE STATION) માં ઇંટના ભઠ્ઠાની ઓફિસમાંં પરિણિતા પર દુષકર્મ આચરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે ભાઇઓ દ્વારા પીડિતાને બે મહિનાથી પરેશાન કરવામાં આવતી હતી. એક ભાઇ દ્વારા તેનો પીછો કરીને અધટિત માંગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા ભાઇએ તેને ક્રિસમસ - 2024 ના દિવસે કામના બહાને બોલાવીને તેની મરજી વિરૂદ્ધ દુષકર્મ આચર્યું હતું. અને ત્યા બાદ પીડિતા આ ઘટના અંગે પોતાનું મોઢું બંધ રાખે તે માટે ધમકી આપવામાં આવી હતી. આખરે સમગ્ર મામલે ભાદરવા પોલીસ મથકમાં બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો

ભાદરવા પોલીસ મથકમાં દુષકર્મ પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, કાળુ શરમતુલ્લા પઠાણ (રહે. નવાયાર્ડ, ચિસ્તિયાનગર, વડોદરા) દ્વારા વિતેલા બે મહિનાથી તેની છેડતી કરવામાં આવતી હતી. કાળું પીડિતાની પાછળ જ પડી ગયો હતો. પીડિતા કુદરતી હાજતે જાય ત્યારે તે પણ તેનો પીછો કરતો હતો. અને શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો. જો કે, પીડિતા તેના તાબે થઇ ન્હતી. ત્યાર બાદ 25, ડિસે - 2024 ના રોજ ક્રિસમસની રાત્રીએ કાળુના ભાઇ એનુલહસન શરમતુલ્લા પઠાણ (રહે. પ્યારેસાહેબના કબીર બ્રિક્સ, સાવલી, વડોદરા) એ પરિણિતાને કામના બહાને રાત્રે 11 વાગ્યે કબિર બ્રિક્સની ઓફિસમાં બોલાવી હતી.

Advertisement

આરોપી ઇંટના ભઠ્ઠાના શેઠ હોવાથી મનમાં બીક હતી

અને ત્યાં તેની મરજી વિરૂદ્ધ તેણે દુષકર્મ આચર્યું હતું. બાદમાં આ વાત કોઇના ના કહેવા માટે જણાવ્યું હતું. અને પીડિતાના પતિને માર મારવાની ધમકી આપી હતી. પીડિતા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધનાર ઇંટના ભઠ્ઠાના શેઠ હોવાથી તેમના મનમાં બીક હતી. જેથી જે તે સમયે ફરિયાદ આપવામાં આવી ન્હતી. પરંતુ થોડોક સમય વિત્યા બાદ પીડિતાએ પતિને વાત કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે.

Advertisement

મામલાની તપાસ ભાદરવા પોલીસ મથકના PI એ સંભાળી

સમગ્ર મામલે કાળુ શરમતુલ્લા પઠાણ (રહે. નવાયાર્ડ, ચિસ્તિયાનગર, વડોદરા) અને એનુલહસન શરમતુલ્લા પઠાણ (રહે. પ્યારેસાહેબના કબીર બ્રિક્સ, સાવલી, વડોદરા) સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. ફરિયાદ બાદ આ મામલાની તપાસ ભાદરવા પોલીસ મથકના PI કે. જે. ચૌહાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : જુગારમાં પકડાયેલો પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×