VADODARA : ડભોઇ-વાઘોડિયાને જોડતા બ્રિજની ઢીલી કામગીરી સામે રોષ
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ અને વાઘોડિયાનો જોડતા માર્ગ પર આવેલા માઇનોર બ્રિજની કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, બ્રિજની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે, સાથે જે તેની ગુણવત્તા પણ શંકાના દાયરામાં છે. જો કે, સક્ષમ અધિકારીનું કહેવું છે કે, બ્રિજની ગુણવત્તાને લઇને આરોપો ખોટા છે. અમારા વર્ક આસિસ્ટન્ટ, એસઓ અને હું પોતે જતો હોઉં છું. અમે ગામના લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. (DABHOI - WAGHODIA MAIN ROAD MINOR BRIDGE WORK IN PROGRESS - VADODARA RURAL)
વિદ્યાર્થીઓ, ખેડુતો, જીઆઇડીસીમાં કામ કરતા લોકોને ભારે તકલીફ
સ્થાનિકે મીડિયાને જણાવ્યું કે, 11 મહિનામાં ડભોઇથી વાઘોડિયોને જોડતા માઇનોર બ્રિજનું કામ થયું નહીં, તેને વધુ 6 મહિના માટે એક્સટેન્ડ કરવામાં આવ્યું હતું. બાંધકામની ગુણવત્તા મામલે અમને ખામી દેખાઇ રહી છે. સરકાર અને અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ અને આની ગુણવત્તા ચકાસવી જોઇએ. કોઇ પણ બ્રિજ બને ત્યારે ડાયવર્ઝન આપવામાં આવે છે. આ બ્રિજની કામગીરીને 14 મહિનાઓ વિતી ગયા છતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. ઘણી વખતે ટુ વ્હીલરને જવા દેવામાં આવે છે. આ રસ્તે ખાનગી યુનિના વિદ્યાર્થીઓ, ખેડુતો, જીઆઇડીસીમાં કામ કરતા લોકોને ભારે તકલીફ પડે છે.
બ્રિજના કામમાં બે-ત્રણ કોન્ટ્રાક્ટર બદલાયા
વધુમાં જણાવ્યું કે, વૈકલ્પિક રસ્તો સિંગલ પટ્ટી છે. અને આશરે 15 કિમી આંતરિયાળ ગામડાઓમાંથી ફરી ફરીને જવું પડે તેવો છે. તેમાંય ઘણા અકસ્માતો થાય છે, અને લોકોને ઘણી હેરાનગતિ થાય છે. સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધીને જણાવવાનું કે, તમે રસ લઇને આ માઇનોર બ્રિજનું કામ પૂર્ણ કરાવો. જેથી લોકોના થતી હેરાનગતિનો અંત આવે. અનય સ્થાનિકે જણાવ્યું કે, આ માઇનોર બ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે. જેને લઇને ઘણી તકલીફો પડી રહી છે. આ બ્રિજના કામમાં બે-ત્રણ કોન્ટ્રાક્ટર બદલાયા છે. અત્યારે જેને કામ સોંપ્યું છે, તેની વિજીલન્સ તપાસ થવી જોઇએ. આ બ્રિજ સત્વરે બને તેવી અમારી માંગ છે.
આ કામ 30, એપ્રીલ - 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન
આ મામલે સક્ષમ અધિકારી અક્ષય જોષીએ મીડિયાને જણાવ્યું કે, તે રસ્તે માઇનોર બ્રિજનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ બ્રિજમાં વરસાદના કારણે ચાર મહિના કામગીરી થઇ શકે તેમ ન્હતી. જેથી હાલમાં જિલ્લા કલેક્ટર પાસેથી જાહેરનામું મંજુર કરાવવામાં આવ્યું છે. જે અનુસાર 31, મે - 2025 સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. પરંતુ હાલ વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઇ શકે તેમ હોવાથી આ કામ 30, એપ્રીલ - 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. બ્રિજની ગુણવત્તાને લઇને આરોપો ખોટા છે. અમારા વર્ક આસિસ્ટન્ટ, એસઓ અને હું પોતે જતો હોઉં છું. અમે ગામના લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. આ કામગીરી અમારા સુપરવિઝન હેઠળ જ થઇ રહી છે.
આ પણ વાંચો --- VADODARA : રિવર્સ લેતા ડમ્પર નીચે કચડાતા ક્વોરી માલિકે દમ તોડ્યો


