Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટ્યો અને આવક વધી, જંગલ મોડેલથી લાભ

VADODARA : ડેસર તાલુકાના નવા કેસરા ગામના પ્રગતિશીલ ખેડૂતે અવનવી પ્રાકૃતિક ખેતી કરી, આત્મા પ્રોજેકટના સહયોગથી પ્રાકૃતિક પેદાશોનું કરે છે વેચાણ
vadodara   પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટ્યો અને આવક વધી  જંગલ મોડેલથી લાભ
Advertisement

VADODARA પ્રાકૃતિક કૃષિ (COW BASED FARMING) એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજયના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે.તદ્દન નજીવા ખર્ચ થકી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિએ જ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે.

પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

વડોદરા જિલ્લાના ડેસર તાલુકા (VADODARA DESAR - RURAL) ના કડાછલા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ પરમારએ પોતાની જમીનમાં પંચસ્તરીય બાગાયતી જંગલ મોડેલ અપનાવ્યું છે.તેઓ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરે છે. તેઓ કોબીચ,મરચા,રીંગણ,સરગવો જેવા શાકભાજીના પાકોનું પ્રાકૃતિક ખેત પદ્ધતિથી વાવેતર કર્યું છે. જેમાં તેઓ જીવામૃત ટપક પધ્ધતિથી આપે છે અને જીવંત આચ્છાદાન કરે છે.

Advertisement

અમને શુદ્ધ આહાર પસંદ છે

પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ પરમારએ જણાવ્યું કે, આ નવી ખેતી અને બાગાયતે અમને નિરાશ કે હતાશ કર્યા નથી. અમારો ખર્ચ લગભગ ૫૦ ટકા ઘટી જવાથી વળતર વધ્યું છે. અમને શુદ્ધ આહાર પસંદ છે એટલે કોબીચ,મરચા,રીંગણ,સરગવો જેવા સાત્વિક પાકોનું ઉત્પાદન કરીએ છે. આ ખેતી માટે ફક્ત દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ થાય છે.

Advertisement

લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે

પ્રાકૃતિક ખેતી કોઈપણ રસાયણ પર આધારિત નથી. જેથી ખેડૂતોને રસાયણ પર થતાં ખર્ચથી બચાવે છે. તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ,જમીન અને પર્યાવરણનું સંવર્ધન કે છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન એ સંવરધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોને સારા ભાવ મળે છે. જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે.

આ પણ વાંચો -- VADODARA : શહેર પોલીસના 8 ડિવિઝનમાં ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક

Tags :
Advertisement

.

×