VADODARA : 'તેરે કારણ રૂ. 1 કરોડ કા લોસ હુઆ હૈ', કહી ઇન્ફ્લુએન્ઝર જોડે ઠગાઇ
VADODARA : મૂળ મધ્યપ્રદેશના અને ભરૂચમાં પોતાના મિત્રને ત્યાં જતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરને ગઠિયાઓ (INFLUENCER LOST ACCOUNT ACCESS DUE TO CYBER FRAUD - VADODARA) ને કડવો અનુભવ થયો છે. ગઠિયાઓએ રસ્તામાં તેની બસમાં ચઢીને પોતે સાયબર ક્રાઇમમાંથી આવતા હોવાનું જણાવીને તેના લાખો ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટના એક્સેસ લઇ લીધા હતા. અને બાદમાં ધમકી આપીને ખોટો વીડિયો બનાવી લીધો હતો. આખરે ઇન્ફ્લુએન્ઝરે પોતાના એકાઉન્ટ ગુમાવતા કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION - VADODARA RURAL) માં પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તું એક ક્રાઇમમે ઇન્વોલ્વ હૈ, હમારે સાથ ચલ
કરજણ પોલીસ મથકમાં રામજીભાઇ અનિલભાઇ શ્રીવાસ્ત (રહે. વિદિશા, મધ્યપ્રદેશ) વે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર છે. તેઓ ચાર વર્ષથી સોશિયલ મીડિયામાં સ્ટોક માર્કેટ અંગેના વીડિયો અપલોડ કરે છે. તેઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 10 લાખ ફોલોઅર્સ છે, અને ટેલીગ્રામ એકાઉન્ટમાં એક લાખ ફોલોઅર્સ છે. 26 જાન્યુઆરીએ, અમદાવાદમાં કોલ્ડ પ્લે નામનો મ્યુઝિકલ કાર્યક્રમ હોવાથી તેઓ મિત્ર વૈભવ ખંડેલવાલ સાથે ત્યાં જવાના હતા. જેથી તેઓ વિદીશાથી ભરૂચ આવવા નીકળ્યા હતા. દરમિયાન બસ વચ્ચે ઉભી રાખવામાં આવી હતી. તેવામાં 30 વર્ષની ઉંમરના લાગતા યુવાનો તેઓની પાસે આવ્યા હતા. અને ઉઠાડીને કહ્યું કે, હમ સાયબર સેલ સે હૈ, ઔર તું એક ક્રાઇમમે ઇન્વોલ્વ હૈ, તુ હમારે સાથ ચલ તુમ્હારી પુછતાછ કરની હૈ. જેથી ફરિયાદ બસમાંથી ઉતરી ગયા હતા.
રૂ. 1 કરોડ કા લોસ હુઆ થા, ઉસને સ્યુસાઇડ કર લીયા હૈ
બાદમાં ફરિયાદીને કારમાં બેસાડવામાં આવ્યા હતા. અને તેમાં જણાવાયું કે, હમ સાયબલ સેલ સે હૈ, ઔર તુ એક ક્રાઇમમે જીસમે એક આદમીકો તેરે કારણ રૂ. 1 કરોડ કા લોસ હુઆ થા, ઉસને સ્યુસાઇડ કર લીયા હૈ, ઔર પોલીસ સ્ટેશનમેં પુછતાછકે લીયે તુમ્હારી જરૂરત હૈ. બાદમાં રસ્તામાં ફરિયાદી પાસેથી ફોન માંગવામાં આવ્યા હતા. અને તેમાં લોગઇન થવા માટે ઓટીપી માંગવામાં આવ્યો હતો. પરંતુ ઓટીપી ફરિયાદીના ભાઇના ફોન પર આવનાર હોવાથી, ભાઇનો સંપર્ક કરીને તે મેળવવામાં આવ્યો હતો. બાદમાં બળજબરીથી ધમકી આપીને રૂ. 1 કરોડનો લોસ થયો હોવાથી કોઇએ સ્યુસાઇડ કર્યો હોવાનો વીડિયો બનાવ્યો હતકો. અને કહ્યું કે, તું આ વાત કોઇને કરીશ અથવા પોલીસને જાણ કરીશ તો અમે તારો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દઇશું.
એકાઉન્ટના એક્સેસ અન્યપાસે જતા રહ્યા હતા
બાદમાં ફરિયાદીએ પોતાના મિત્રનો સંપર્ક કરતા તે તેઓને લેવા આવ્યો હતો. પરંતુ ફરિયાદીના બંને સોશિયલ મીડિયા એકાઉન્ટના એક્સેસ અન્યપાસે જતા રહ્યા હતા. બાદમાં ફરિયાદીના ધ્યાનમાં આ કાવતરું સ્પષ્ટ થતા તેઓએ કરજણ પોલીસ મથકમાં પાંચ જેટલા અજાણ્યા શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો --- VADODARA : નવરચના સ્કુલ બાદ જાણીતી હોટલને બોમ્બ થ્રેટ ઇમેલ મળ્યો