Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સતત બીજા દિવસે જંગી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરતી ગ્રામ્ય LCB

VADODARA : જિલ્લા LCB દ્વારા ચાર દિવસમાં મંજુસર, વરણામા અને કરજણ પોલીસ મથકની હદમાંથી રૂ. 1 કરોડ ઉપરાંતનો દારૂનો ઝડપી પડાયો
vadodara   સતત બીજા દિવસે જંગી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરતી ગ્રામ્ય lcb
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે (VADODARA RURAL - LCB) વડોદરા - સાવલી રોડ ઉપરથી કન્ટેનરમાં લઇ જવાતો રૂ. 38.98 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે દારૂની 597 પેટી સાથે કન્ટેનર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી છે. સાથે જ આ અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.‌

બાતમી મળતાં જ વડોદરા - સાવલી રોડ ઉપર વોચમાં ગોઠવાઇ ગઇ

પ્રોહીબીશનની અમલવારી માટે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં એલસીબીની ટીમ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન મોડી રાત્રે ટીમ મંજુસર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તેવામાં બાતમી મળી હતી કે, દારૂનો જથ્થો ભરેલુ એક કન્ટેનર વડોદરા -સાવલી રોડ ઉપરથી પસાર થવાનું છે. જે બાદ એલસીબી ટીમે બાતમી મળતાં જ વડોદરા - સાવલી રોડ ઉપર વોચમાં ગોઠવાઇ ગઇ હતી.

Advertisement

કુલ રૂ. 49.08 લાખનો મુદ્દામાલ કબ્જે

બાતમીને મળતું આવતું કન્ટેનર આવતા જ તેને રોકવામાં આવ્યું હતું. અને કન્ટેનર ચાલક મોહંમદ શાદાબ અમજદઅલી ખાન ( રહે. ભીવંડી, મહારાષ્ટ્ર ) અને ક્લિનર અરબાઝ શકીલ અન્સારી (રહે. ભીવંડી, મહારાષ્ટ્ર) ને સાથે રાખી કન્ટેનરમાં તપાસ કરતાં 597 પેટી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 38.98 લાખની કિંમતનો દારૂ, કન્ટેનર અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 49.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક અને ક્લીનરની ધરપકડ કરીને મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

ગેરકાયદે દારૂનો ધંધો કરનારાઓના મનસુબા પર પ્રહાર

મંજુસર પોલીસે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ચાર દિવસમાં મંજુસર, વરણામા અને કરજણ પોલીસ મથકની હદમાંથી રૂપિયા 1 કરોડ ઉપરાંતનો દારૂનો ઝડપી પાડવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તે બાદ વધુ એક કાર્યવાહી સામે આવતા ગેરકાયદે દારૂનો ધંધો કરનારાઓના મનસુબા પર પ્રહાર થવા પામ્યો છે.

આ પણ વાંચો --- VADODARA : ડભાસાની એપોથીકોન ફાર્મામાં ગેસ ગળતર, અનેક અસરગ્રસ્ત

Tags :
Advertisement

.

×