VADODARA : દારૂના મોટા જથ્થાની ડિલિવરી થાય તે પહેલા જ ગ્રામ્ય LCB એ ખેલ પાડ્યો
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (VADODARA RURAL LOCAL CRIME BRANCH) દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. જેના ભાગરૂપે દારૂના મોટા જથ્થાની ડિલિવરી વડોદરામાં થાય તે પહેલા જ મુદ્દામાલને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ કાર્યવાહીમાં બંધ બોડીના ટેમ્પાનો રોકવા જતા ચાલક નાસી છુટ્યો હતો.
એક શખ્સ ઝાડીઓમાં નાસી છુટ્યો
વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમો કરજણ પોલીસ મથક વિસ્તારમાં હાઇવે પર પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે માંગલેજ ચોકડી પાસે વોચમાં હતા. તેવામાં આવતો એક બંધ બોડીનો ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોકવા માટેનો ઇશારો કરવામાં આવ્યો હતો. આ ટ્રક ઉભો રાખતા તેમાંથી કન્ડક્ટર સાઇડથી એક શખ્સ ઝાડીઓમાં નાસી છુટ્યો હતો. તથા ટ્રકમાં એક શખ્સ હાજર હતો. તેની અટકાયત કરીને પુછપરછ કરતા તેણે પોતાનું નામ ઇર્શાદ ખાન નશરુખાન (રહે. ખટકરકા, પહાડી, ભરતપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. અને ટ્રકમાંથી ભાગેલ શખ્સનું નામ મુબારીકખાન નેહના મુસ્લીમ (રહે. પાટખોયરી, નુહ, હરીયાણા) હોવાનું જણાવ્યું હતું.
રૂ. 16.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
બાદમાં ટેમ્પામાંથી કન્ટેનરનો દરવાજો ખોલીને તપાસતા તેમાંથી રૂ. 11.81 લાખનો વિદેશી બનાવટનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. અને કુલ મળીને રૂ. 16.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત મામલે કરજણ પોલીસ મથકમાં ટેમ્પાના ડ્રાઇવર અને કન્ડક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ વિદેશી દારૂનો જથ્થો વડોદરા ખાતે પહોંચતો કરવાનો છે
કાર્યવાહીમાં અટકાયત કરેલા શખ્સે જણાવ્યું કે, ભાગી જનાર શખ્સ મુબારીકખાન મુસ્લિમ દારૂનો જથ્થો ભરેલો ટ્રક ચલાવીને મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર રાજસ્થાનના અલવર નજીક આવેલા રસઘણ ગામે લઇને આવ્યો હતો. ત્યાંથી મુબારીક ખાને જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો વડોદરા ખાતે પહોંચતો કરવાનો છે. પરંતુ દારૂના મોટા જથ્થાની વડોદરામાં ડિલિવરી થાય તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો છે. અને વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : ફૂટપાથ પરથી દારૂ વેચતા બુટલેગરને દબોચતી PCB