ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ગ્રામ્યમાં વિવિધ સ્થળે કાર્યવાહીમાં દારૂનો જંગી જથ્થો જપ્ત

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા વિવિધ પોલીસ મથક વિસ્તારમાં એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી કરીને બુટલેગરોના મનસુબા તોડી પાડ્યા
05:15 PM Jan 31, 2025 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા વિવિધ પોલીસ મથક વિસ્તારમાં એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી કરીને બુટલેગરોના મનસુબા તોડી પાડ્યા

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં દારૂ ઘૂસાડવા તથા તેની હેરાફેરી કરનાર તત્વો સામે ગ્રામ્ય એલસીબીએ (VADODARA RURAL LCB CAUGHT ILLEGAL LIQUOR HUGE QUANTITY) સપાટો બોલાવ્યો છે. ગ્રામ્ય એલસીબી દ્વારા અલગ અલગ પોલીસ મથકમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટી માત્રામાં વધુનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો પકડી પાડ્યો છે. અને સંબંધિત પોલીસ મથકમાં ફરિયાદ નોંધ્યા બાદ તમામ કેસમાં વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી

પ્રથમ કાર્યવાહી અંગે ટુંક વિગત અનુસાર, માંગલેજ ચોકડી પાસેથી હાલોલ લઇ જવાતા રૂ. 45.60 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે અબ્દુલ મલિક હમીદહુસેન ખાન ( રહે. આપટા, રાયગઢ, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ દારૂનો જથ્થો ભરી આપનાર અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ્લે રૂ. 55.65 લાખ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

બંધ બોડીના કન્ટેનરોમા લઇ જનારની ધરપકડ

અન્ય કાર્યવાહી અંગે ટુંક વિગત અનુસાર, એલસીબી ટીમે વરણામા પોલીસ મથકની હદમાં આવેલા વરસાડા ગામ પાસેથી રૂ. 11.35 લાખ ની કિંમતનો 367 પેટી બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. આ બિયરનો જથ્થો બંધ બોડીના કન્ટેનરોમા લઇ જનાર પુષ્પેન્દ્રકુમાર ધારસીગ ગડરીયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો રાખોડી સેલવાસથી સોનુ નામના વ્યક્તિએ ભરી આપ્યો હતો. આ ગુનાની વરણામા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વરણામા પોલીસે રૂપિયા બિયરનો જથ્થો અને કન્ટેનર મળી કુલ રૂ. 21.40 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

દારૂનો જથ્થો નિયત સ્થળે પહોંચે તે પહેલાં જ પોલીસને હાથ લાગ્યો

વધુ એક કાર્યવાહી અંગે પ્રાપ્ત ટુંક વિગત અનુસાર, એલસીબીની ટીમે વરણામા પોલીસ મથકની હદમાં કપુરાઇ પાસે આવેલી શ્રધ્ધા કાઠિયાવાડી હોટલના કમ્પાઉન્ડમાંથી રૂ. 23.47 ની કિંમતનો દારૂ ભરેલી 285 પેટી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. આ દારૂનો જથ્થો પ્રવાહી ભરેલા પતરાના 64 બેરલની આડમાં લઇ જવાતો હતો. જોકે, આ દારૂનો જથ્થો નિયત સ્થળે પહોંચે તે પહેલાં કન્ટેનરની ચાલક તોફીક ઉસ્માન મેવ‌ (રહે. રંગીલા રાજપૉર ,નુહ મેવાત, હરીયાણા) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુનામાં ચાલક તથા ક્લીનર મુસ્તાક ( રહે. ધમાલા, હરીયાણા) સામે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો --- VADODARA : પૂરતા પ્રેશરથી પાણી નહીં મળતા સ્થાનિકોનો સયાજીપુરા ટાંકીએ હલ્લાબોલ

Tags :
areacaughtdifferentFROMGujarat FirstGujarat NewsGujarati NewsillegalLCBliquorpoliceruralstationVadodara
Next Article