VADODARA : ગ્રામ્ય LCB એ દારૂ સહિત રૂ. 7.61 લાખનો મુદ્દામાલ પકડ્યો, બુટલેગર ફરાર
VADODARA : નવા વર્ષમાં પણ બુટલેગરોને ડામવા માટે વડોદરા ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ગ્રામ્ય એલસીબીના જવાનોને દારૂની હેરાફેરીની બાતમી મળતા તેમણે વોચ ગોઠવી હતી. દરમિયાન રાતના અંધારામાં કારમાં લઇ જવાતો વિદેશી દારૂનો રૂ. 7.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં રાતના અંધારામાં બુટલેગર ફરાર થવામાં સફળ રહ્યો હતો. સમગ્ર મામલે ડભોઇ પોલીસ મથકમાં વાહન નંબરના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ટીમો દ્વારા મઢેલી-કુંભારવાડા રોડ પર વોચ ગોઠવવામાં આવી
વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે ટીમો સતત સક્રિય રહે છે. તાજેતરમાં એલસીબીના પોલીસ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી કે, કારમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને મઢેલી થઇ કુંવરવાડા ગામ થઇને વડોદરા તરફ જવા નિકળ્યો છે. જેના આધારે એલસીબીની ટીમો દ્વારા મઢેલી-કુંભારવાડા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયા બાતમીથી મળતી આવતી કાર આવતા તેને રોકવા માટે ઇશારો કર્યો હતો.
અંધારાનો લાભ લઇને ચાલક ભાગવામાં સફળ રહ્યો
એલસીબીના જવાનોના ઇશારો જોતા જ ચાલકે કારને રોંગ સાઇડમાં ઉભી કરી દીધી હતી. અને ભાગવા લાગ્યો હતો. તેને પકડવા માટે એલસીબીના જવાનો પણ દોડ્યા હતા. જો કે, અંધારાનો લાભ લઇને ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે કારમાં તપાસ કરતા રૂ. 2.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર કાર્યવાહીમાં રૂ. 7.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને આરોપી ચાલક વિરૂદ્ધ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો -- VADODARA : SMC એ ફાયરિંગ કરીને પકડેલા દારૂના કેસમાં મુખ્યસુત્રધાર હજી પણ ફરાર