Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પશુ આહારના ભુસાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપતી ગ્રામ્ય LCB

VADODARA : કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે, તે ટ્રક જરોદ પસાર કરીને વડોદરા તરફ આવી રહ્યો છે
vadodara   પશુ આહારના ભુસાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપતી ગ્રામ્ય lcb
Advertisement

VADODARA : વડોદરા જિલ્લા (VADODARA RURAL) માં ખાસ કરીને તહેવારોની મોસમ ટાણે પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ ડામવા માટે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (VADODARA RURAL LCB) ની ટીમો સતત વોચમાં રહે છે. દરમિયાન ગતરોજ હાલોલથી વડોદરા જવાના રસ્તે ભાણીયારા ગામ પાસે પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે, તે ટ્રક જરોદ પસાર કરીને વડોદરા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પંચોનો સાથે રાખીને સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી. અને બાદમાં બાતમીથી મળતો આવતો ટેમ્પો દેખાતા તેને રોકવામાં આવ્યો હતો.

ભુસાના બાચકાની આડમાં લઇ જવાતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી

ટ્રક માંથી ચાલક દિપક જદગીશ મીણા (રહે. ક્રિષ્ણપુરી કોલોની, મુસાખેડી સર્કલ, મધ્યપ્રદેશ) અને ક્લીનર દિપકરાવ રવીરાવ (રહે. દુધીયા ટેકરી, ઇન્દોર, મધ્યપ્રદેશ) મળી આવ્યા હતા. બાદમાં ટ્રકના પાછળના ભાગમાં જોતા તેમાં પશુ આહારના ભુસાના બાચકાની આડમાં લઇ જવાતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. બાદમાં પેટીઓ ઉતારીને તેની ગણતરી કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્ય એલસીબીએ રૂ. 14.22 લાખનો વિદેશી દારૂ, રૂ. 10 લાખનો ટ્રક, પ્લાસ્ટીકના બાચકા ભરેલા ભુસા રૂ. 56 હજાર મળીને કુલ. 24.90 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

બે ની ધરપકડ ત્રણ વોન્ટેડ

ઉપરોક્ત કાર્યવાહીમાં આરોપીઓ સામે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તે પૈકી દિપક જદગીશ મીણા (રહે. ક્રિષ્ણપુરી કોલોની, મુસાખેડી સર્કલ, મધ્યપ્રદેશ) અને ક્લીનર દિપકરાવ રવીરાવ (રહે. દુધીયા ટેકરી, ઇન્દોર, મધ્યપ્રદેશ) ની અટકાયત કરવામાં આવી છે. અને ઇન્દોરના પટેલ ટ્રાન્સપોર્ટના જીતુભાઇ, મુનીમ અને અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરીને તેમની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ઇસ્ટ ઝોનની કચરા ગાડીઓના પૈડા થંભી ગયા, પડતર પ્રશ્ને લડી લેવાના મુડમાં

Tags :
Advertisement

.

×