ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ઘરફોડ ચોરીને અંજામ આપીને છુપાવવા ખેતમજૂરી કરતો તસ્કર ઝબ્બે

VADODARA : બાતમીના આધારે એલસીબીની ટીમ ગોંડલના એક ગામે પહોંચી હતી. જ્યાં આરોપી મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી
03:27 PM Apr 13, 2025 IST | PARTH PANDYA
VADODARA : બાતમીના આધારે એલસીબીની ટીમ ગોંડલના એક ગામે પહોંચી હતી. જ્યાં આરોપી મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી

VADODARA : વડોદરા ગ્રામ્યમાં અનડિટેક્ટેડ કેસો ઉકેલવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત વોચમાં રહે છે. દરમિયાન બે મહિના અગાઉ અમર કાર, કરજણ ખાતેથી અજાણ્યા ઇસમો દ્વારા રોકડ રૂપિયાની ચોરી કરી હતી. જે કેસ હજી સુધી ઉકેલાયો નહીં હોવાથી તેને ગ્રામ્ય એલસીબી દ્વારા હાથમાં લેવામાં આવ્યો હતો. તસ્કરનો દબોચવા માટે એલસીબીની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. (VADODARA RURAL LCB SOLVE THEFT CASE)

લુણીવાવ ગામે વાડીમાં રહીને ખેત મજૂરી કરે છે

દરમિયાન એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી કે, જયેશ કરમસિંગ બામણીયા (રહે. મધ્યપ્રદેશ) ચોરી કરવા ટેવાયેલો છે. તેણે અન્ય સાથે મળીને ચોરીને અંજામ આપ્યો છે. અને હાલ તે રાજકોટના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે વાડીમાં રહીને ખેત મજૂરી કરે છે. જેના આધારે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં આરોપી મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યવાહીમાં એલસીબીની ટીમે જયેશ કરમસિંગ બામણીયા (રહે. છોટીપોલ, તડવી ફળિયું, ભાભરા, અલીરાજપુર, મધ્યપ્રદેશ) ને દબોચી લીધો છે.

હાઇવે પર ચોરી કરવા માટે બોલાવ્યો

આરોપીની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, બે માસ અગાઉ તેના સાળા શંકર હિમસિંગ પરમાર (રહે. કાટુ, દાહોદ) એ તેને ફોન કરીને વડોદરા-સુરત હાઇવે પર ચોરી કરવા માટે બોલાવ્યો હતો. જેથી તે ગોંડલથી નીકળીને ત્યાં ગયો હતો. અહિંયા બે માણસો મળતા કારના શો રૂમમાં ચોરી કરી હતી. આ મામલે શંકર હિમસિંગ પરમારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આરોપીની એમઓ

આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાઓએ બંધ મકાનોની પાકી રેકી કરી, ચોરીના ગુનાઓને અંજા આપવામાં આવતો હતો. ત્યાર બાદ તેઓ મુળ જગ્યાએ મજુરી કરવા માટે પરત જતા રહેતા હતા. પરંતુ આ ચાલાકી ગ્રામ્ય એલસીબીએ ઉંધી પાડી દીધી છે.

આ પણ વાંચો --- Harshabhai Sanghviએ કેજરીવાલ અને અખિલેશ યાદવની કાઢી જાટકણી, X પર પોસ્ટવોર

Tags :
accusedarrestedascasefarmGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewslaborLCBruralsolvetheftVadodara
Next Article