ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બિલ વગરના 139 મોબાઇલ પકડી પાડતા માર્કેટમાં સન્નાટો

VADODARA : વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા મંજુસર પોલીસ મથક દ્વારા વિવિધ ટીમો બનાવીને બિલ વગરના મોબાઇલ વેચતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. 18 લાખથી વધુની કિંમતના બિલ વગરના મોબાઇલ જપ્ત કરવામાં આવતા મોબાઇલ માર્કેટમાં સન્નાટો છવાઇ ગયો...
11:29 AM Aug 12, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા મંજુસર પોલીસ મથક દ્વારા વિવિધ ટીમો બનાવીને બિલ વગરના મોબાઇલ વેચતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. 18 લાખથી વધુની કિંમતના બિલ વગરના મોબાઇલ જપ્ત કરવામાં આવતા મોબાઇલ માર્કેટમાં સન્નાટો છવાઇ ગયો...

VADODARA : વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા મંજુસર પોલીસ મથક દ્વારા વિવિધ ટીમો બનાવીને બિલ વગરના મોબાઇલ વેચતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. 18 લાખથી વધુની કિંમતના બિલ વગરના મોબાઇલ જપ્ત કરવામાં આવતા મોબાઇલ માર્કેટમાં સન્નાટો છવાઇ ગયો છે. પોલીસે 8 જેટલી દુકાનોમાં દરોડા પાડીને કરેલી મોટી કાર્યવાહી ને પગલે સંમગ્ર પંથકમાં ચર્ચા જાગવા પામી છે.

સંયુક્ત બાતમી મળી

વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ મથક દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત મોનીટરીંગ આવે છે. તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ધીરૂભા અને પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ લક્ષ્મણસિંહને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી અનુસાર, મંજુસર બસ સ્ટેન્ડની આસપાસ આવેલી દુકાનોમાં મોટાપાયે બિલ વગરના મોબાઇલનું વેચાણ કરવામાં આવે છે. જેના આધારે 8 જેટલી અલગ અલગ ટીમો બનાવીને બે પંચોને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.

સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

દુકાનોમાં પાડેલા દરોડામાં બિલ કે આધાર-પુરાવા વગરના શંકાસ્પદ મોબાઇલ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તમામ 8 દુકાનોના માલિક સામે ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા 2023 ની કલમ 106 મુજબ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના ઉપરોક્ત દરોડામાં 139 નંગ મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા છે. જેની કિંમત રૂ. 18.91 લાખ આંકવામાં આવી રહી છે.

નીચે જણાવેલીની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા

દુકાનનું નામ         જપ્ત કરેલા મોબાઇલની સંખ્યા

  1. ક્રિષ્ણા કોમ્યુનિકેશન - 7
  2. ઓમ બન્ના મોબાઇલ - 11
  3. શ્રી બાલાજી મોબાઇલ - 12
  4. ગણેશ મોબાઇલ - 24
  5. જય અંબે મોબાઇલ - 16
  6. ઓમ સાંઇ મોબાઇલ - 9
  7. ચામુંડા મોબાઇલ - 6
  8. જય અંબે - 54

આ પણ વાંચો -- VADODARA : નટુભાઇ સર્કલ પાસે લક્ઝરી બસ ભટકાતા સિગ્નલનો થાંભલો તુટી પડ્યો

Tags :
billcaughtinManjusarMarketmobilepoliceruralShockVadodarawithout
Next Article