VADODARA : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 70,933 મતદારો મતદાન કરશે
VADODARA : વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મધ્યસત્ર, પેટાચૂંટણી માટે તા. ૧૬ને રવિવારે મતદાન થશે. જેમાં મુખ્યત્વે કરજણ નગરપાલિકાના ૭ વોર્ડની કુલ ૨૮ બેઠકો સહિત વિવિધ પંચાયતોની કુલ મળી ૩૫ બેઠકો ઉપર નોંધાયેલા ૭૦૯૩૩ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી છે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ચૂંટણી પ્રક્રીયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી છે. ગતરોજ ચૂંટણીકર્મીઓ ઇવીએમ સહિતની સાધન સામગ્રી લઇ સંબંધિત મતદાન મથકે પહોંચી ગયા છે. કરજણ નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૧૩૪૮૯ પુરુષ, ૧૩૬૭૯ મહિલા મળી કુલ ૨૭૧૭૭ મતદારો નોંધાયા છે. પીઠાસીન અધિકારી સહિતના કુલ ૧૭૮ ચૂંટણીકર્મીઓ કાલે ફરજ બજાવશે. આ તમામને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી છે.
તાલુકામાં ત્રણ, વડુ અને સાધલીની બેઠક ઉપર મતદાન થશે
આ ઉપરાંત સાવલી, પાદરામાં એક-એક, વડોદરા તાલુકામાં ત્રણ, વડુ અને સાધલીની બેઠક ઉપર મતદાન થશે. આમ, કુલ ૩૫ બેઠકોના ૭૦ મતદાન મથકો ઉપર મતદાન થશે. આ માટે ૪૬૬ જેટલા ચૂંટણીકર્મીઓને ફરજ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો --- LIVE: Live: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક સમાચારની અહીં વાંચો સમયસર અપડેટ


