VADODARA : જામનગરથી અપહરણ કરીને લવાતા શખ્સોને મુક્ત કરાવતી ગ્રામ્ય પોલીસ
VADODARA : તાજેતરમાં જામનગર ગ્રામ્યના પોલીસ મથક (JAMNAGAR RURAL POLICE STATION) ના PI દ્વારા વડોદરા ગ્રામ્યના જરોદ (JAROD POLICE STATION) ના PI ને અપહરણ અંગેના કિસ્સાની જાણકારી આપવામાં આવી હતી. અને સંભવિત રૂટની જાણકારી પણ શેર કરી હતી. તે બાદ તુરંત જરોદ પોલીસે નાકાબંધી કરી દીધી હતી. જેથી અપહરણકારોને સમયસર ઝડપી પાડવામાં આવ્યા હતા. અને અપહ્યતને મુક્ત કરાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વધુ કાર્યવાહી અર્થે તમામને કાલાવાડ પોલીસને સોંપવામાં આવ્યા છે.
તેઓ એમપી, અલીરાજપુર તરફથી જનાર છે
5, જાન્યુઆરીના રોજ જરોદ પોલીસ મથના પોલીસ ઇન્સ્પેક્ટરને જામનગરના કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે જાણ કરી કે, કારમાં આવેલા એક ઇસમો પરિવારના સભ્યો ઉષાબેન કૈલાશભાઇ સોલંકી (ઉં. 40), નિશાબેન કૈલાશભાઇ સોલંકી (ઉં. 15) અને કૈલાશભાઇ સોલંકી (ઉં. 42) (તમામ રહે. ધુનધોરાજી, કાલાવાડ, જામનગર - મૂળ રહે. સેંધવા ગામ, બડવાણી, મધ્યપ્રદેશ) નું ધનુધોરાજી ખાતેથી અપહરણ કરીને ભાગ્યા છે. ટેક્નિકલ સોર્સના આધારે જાણવા મળ્યું કે, તેઓ આણંદના વાસદ સુધી પહોંચ્યા છે. તેઓ એમપી, અલીરાજપુર તરફથી જનાર છે. માહિતી મળતા જ તુરંત ટીમને રવાના કરવામાં આવી હતી.
અમારા ત્રણેયનું અપહરણ કરીને જામનગરથી લાવ્યા છે
સંભવિત સ્થાને વાહન ચેકીંગની કામગીરી અંતર્ગત નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન વડોદરા તરફથી એક બાતમીથી મળતી આવતાી કાર દેખાતા તેને અટકાવવામાં આવી હતી. તેમાં ચાર મહિલાઓ અને પાંચ પુરૂષો મળી આવ્યા હતા. પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા મહિલાએ વટાણા વેરી દીધા હતા. અને જણાવ્યું કે, ચાર અપહરણકારો અમારા ત્રણેયનું અપહરણ કરીને જામનગરથી લાવ્યા છે. અને મધ્યપ્રદેશ લઇ જઇ રહ્યા છે. બાદમાં તમામને પોલીસ હસ્તગત કરી લેવામાં આવ્યા હતા.
સમયસર બંદોબસ્તના કારણે અપહરણકારોનું ધાર્યું પાર પડ્યું ન્હતું
અપહરણકારોની પુછપરછ કરતા તેમણે પોતાના નામ વિક્રમભાઇ રામસિંગ દેસાઇ (રહે. અડાવાડા, અલીરાજપુર, મધ્યપ્રદેશ), શમશેર પારમસિંગ માવી (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ), ગુડ્ડ કાદી માવી (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ), ગનુરંગ સિંઘ માવી (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ), અને ગીતા રાહુલ ઠાકરે (રહે. જયગુન, પાનસમય, બડવાની) હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી અર્થે કાલાવાડ પોલીસ મથકમાં તમામને સોંપવામાં આવ્યા હતા. આમ, વડોદરા પોલીસના સમયસર બંદોબસ્તના કારણે અપહરણકારોનું ધાર્યું પાર પડ્યું ન્હતું. અને એક પરિવારે અપહરણકારોની ચુંગાલમાંથી બચાવવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો -- VADODARA : જુગારમાં પકડાયેલો પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ