Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટપાલીને વિશ્વાસમાં લઇને ટ્રસ્ટીએ ખેલ પાડ્યો

VADODARA : સમગ્ર મામલાની તપાસમાં ટપાલ સ્વિકારનારની સહિ ચકાસતા તેને રાકેશભાઇ નવીનચંદ્ર જૈન દ્વારા સ્વિકારી હોવાનું સામે આવવા પામ્યું હતું.
vadodara   ટપાલીને વિશ્વાસમાં લઇને ટ્રસ્ટીએ ખેલ પાડ્યો
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇમાં ચેરીટી કમિશન, વડોદરા સમક્ષ ચાલતી અરજી સંદર્ભે ટપાલ વ્યવહાર ટ્રસ્ટીની જાણ બહાર કરીને તેનો મુસદ્દો જાહેર થયો હતો. આ વાત અન્ય ટ્રસ્ટી સુધી પહોંચતા તેમણે તપાસ કરી હતી. જેમાં તેમની જાણ બહાર ટપાલ વ્યહાર થઇ ગયો હોવાનું ધ્યાને આવતા મામલો પોલીસ મથકે (DABHOI POLICE STATION) પહોંચ્યો છે. અને ગેરરીતિ આચરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

અરજી અંગે સુનવણી આજદિન સુધી ચાલુ છે

ડભોઇ પોલીસ મથકમાં પ્રકાશચંદ્ર માણેકલાલ શાહ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ડભોઇની શામળાજી શેરી જૈનવગામાં આવેલા શ્રી વિજયદેવસુર જૈન ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. હાલમાં તેમની સાથે ઇન્દ્રવદન હિરાલાલ શાહ અને નલીનભાઇ હિરાલાલ શાહ જોડાયેલા છે. વર્ષ 2019 માં ટ્રસ્ટની મીટીંગ થઇ હતી, જેમાં રાકેશભાઇ નવીનચંદ્ર જૈન તથા અન્ય જોડાયેલા હતા. ટ્રસ્ટના સભ્ય તરીતે દુષ્યંતભાઇ જેન્તીલાલ શાહ એ ચેરીટી કમિશનર, વડોદરા સમક્ષ ટ્રસ્ટનું બંધારણ ના હોવાના કારણે અરજી દાખલ કરી હતી, જે આજદિન સુધી ચાલુ છે.

Advertisement

ટપાલ મારફતે નોટીસ મોકલાવી હોવાનું જણાવ્યું

દુષ્યંતકુમાર શાહે વર્ષ 2014 માં રાજીનામું આપ્યું હોવા છતાં તેમનું પબ્લીક ટ્રસ્ટ રજીસ્ટરમાં નામ ચાલતું હોવાથી તેમણે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. અને ફરિયાદીની જાણ બહાર ચેરીટી કમિશનર સમક્ષ દાખલ અરજીની લડત લડતા હતા. વર્ષ 2021 માં અરજી સંદર્ભે જાહેર નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી. જેથી તેમને મામલા અંગે જાણ થઇ હતી. બાદમાં ચેરીટી કમિશનરે મળતા તેમણે ટપાલ મારફતે નોટીસ મોકલાવી હોવાનું જણાવ્યું હતું.

Advertisement

એક તરફી મુસદ્દો બહાર પાડવામાં આવ્યો

બાદમાં ફરિયાદીએ ઝીણવટભરી તપાસ કરતા તેઓ ટપાલી હંસાબેન રાઠવા સુધી પહોંચ્યા હતા. તેવામાં ટપાલ સ્વિકારનારની સહિ ચકાસતા તેને રાકેશભાઇ નવીનચંદ્ર જૈન દ્વારા સ્વિકારી હોવાનું સામે આવ્યું હતું. જો કે, તેમને ટપાલ સ્વિકારવા અંગેનો કોઇ અધિકાર આપવામાં આવ્યો ન્હતો. છતાં ટપાલીને ખોટી રીતે વિશ્વાસમાં લઇને તેમ કરીને અરજીના કામે કોઇ વાંધો નથી તેમ માનીને આખબારમાં એક તરફી મુસદ્દો બહાર પાડવામાં આવ્યો હતો. જેથી રાકેશભાઇ નવીનચંદ્ર જૈન (રહે. પંડ્યા શેરી, જૈનવગા, ડભોઇ ટાઉન, ડભોઇ-વડોદરા) દ્વારા વિશ્વાસઘાત અને છેતરપીંડિ કરવામાં આવી હોવાનું સપાટી પર આવતા તેઓના વિરૂદ્ધમાં ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો --- VADODARA : નકલી CBI અધિકારી બની ઠગતો શાહરૂખ ઉર્ફે સલમાન ઝબ્બે

Tags :
Advertisement

.

×