ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : રૂ. 3.37 કરોડનું સિન્થેટીક MD ડ્રગ્સ ઝડપતી જિલ્લા SOG

VADODARA : ચિરાગ ગીરીશભાઇ પટેલ (રહે. સમતા, ગોરવા, વડોદરા), વિપુલ સિંગ (રહે. ઔરંગાબાદ, બિહાર) અને અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયા
07:04 AM Feb 24, 2025 IST | PARTH PANDYA
VADODARA : ચિરાગ ગીરીશભાઇ પટેલ (રહે. સમતા, ગોરવા, વડોદરા), વિપુલ સિંગ (રહે. ઔરંગાબાદ, બિહાર) અને અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયા

VADODARA : વડોદરા જિલ્લામાં નશાખોરી ડામવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો સતત વોચમાં રહે છે. દરમિયાન તાજેતરમાં મોક્સી ગામની સીમમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમી મળતા રાત્રીના સમયે ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી લાંબી ચાલી હતી. કાર્યવાહીમાં રૂ. 3.37 કરોડના સિન્થેટીક એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

એસઓજી દ્વારા રાત્રીના સમયે ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા

22, ફેબ્રુઆરીના રોજ એસઓજીના સ્ટાફને બાતમી મળી કે, મોક્સી ગામની સીમમાં રાણીયા જવાના રોડની બાજુમાં આવેલા ખેતરમાં જગદિશભાઇ મહિડા નામનો શખ્સ પોતાના કબ્જાના ખેતરમાં શેડ બનાવીને તેમાં પ્રેમચંદ મહંતો નામના શખ્સ જોડે નશાકારક સિન્થેટીક મેફેડ્રોન ડ્રગ્સ ફેકટરીમાં બનાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. માહિતીના આધારે ગ્રામ્ય એસઓજી દ્વારા રાત્રીના સમયે ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટી સફળતા સાંપડી છે.

જગદિશ મહિડાની અગાઉ એનડીપીએસના ગુનામાં ધરપકડ

ઉપરોક્ત કાર્યવાહીમાં રૂ. 3.37 કરોડના સિન્થેટીક એમડી ડ્રગ્સ સાથે જગદિશભાઇ મહિડા (રહે. મોક્સી, જલારામ કોલોની, સાવલી, વડોદરા) અને પ્રેમચંદકુમાર હરિનારાયણ મહંતો (રહે. પંચવટી ગોરવા, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન કુલ મળીને રૂ. 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ ચિરાગ ગીરીશભાઇ પટેલ (રહે. સમતા, ગોરવા, વડોદરા), વિપુલ સિંગ (રહે. ઔરંગાબાદ, બિહાર) અને અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી જગદિશ મહિડાની વર્ષ - 2014 માં સીઆઇડી ક્રાઇમ પોલીસ મથક, ગાંધીનગરમાં એનડીપીએસના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો --- લીંબડી નજીક ટેમ્પો ટ્રાવેલર્સનો ડમ્પર સાથે ભયંકર અકસ્માત, 5નાં મોત અને 10 ઘાયલ

Tags :
caughtdrugsGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinlargeMDpoliceQuantityruralSOGsyntheticVadodara
Next Article