ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ગ્રામ્યના બે પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂ પર બુલડોઝર ફર્યું

VADODARA : ડીવાયએસપી તેમજ પ્રાંત ઓફિસર નશાબંધી આબકારી વિભાગ તેમજ બંને પોલીસ મથકના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા
01:02 PM Dec 14, 2024 IST | PARTH PANDYA
VADODARA : ડીવાયએસપી તેમજ પ્રાંત ઓફિસર નશાબંધી આબકારી વિભાગ તેમજ બંને પોલીસ મથકના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા

VADODARA : વડોદરા શહેર બાદ હવે ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં આવતા પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યના સાવલી તાલુકાના સાવલી અને ભાદરવા પોલીસ મથક ની હદમાં ઝડપાયેલ વિદેશી દારૂની 9488 નંગ બોટલો રૂ. 55.85 લાખની ની કિંમત નો મુદ્દા માલ સક્ષમ અધિકારીઓની હાજરીમાં નિકાલ કરવામાં આવ્યો હતો.

બે પોલીસ મથકમાં પકડાયેલા દારૂનો નિકાલ

ગુજરાતમાં દારૂબંધી છે. છતાંય બુટલેગરો દ્વારા દારુ ધૂસાડવા, તેને સંગ્રહ કરવા તથા તેના વેચવાનું કામ કરવામાં આવે છે. આવા તત્વો સામે પોલીસ વિભાગ સતર્ક રહીને કામ કરે છે. જેના ફળસ્વરૂપે મોટા ભાગના કિસ્સાઓમાં બુટલેગરની બાજી પોલીસ પલટી નાંખે છે. જેથી પોલીસ મથકમાં કાર્યવાહી દરમિયાન પકડવામાં આવેલા વિદેશી દારૂની માત્રામાં વધારો થતો જાય છે. આ દારૂનું સમયાંતરે કાયદેસરની પ્રક્રિયા અનુસરીને નિકાલ કરવામાં આવતો હોય છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવતા બે પોલીસ મથકમાં પકડાયેલા દારૂનો નિકાલ કરવામાં આવ્યો છે. આ તકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય વિભાગના મહત્વના અધિકારીઓ હાજર રહ્યા હતા.

રૂ. 55.85 લાખના મુદ્દા માલ પર બુલડોઝર ફર્યું

સાવલી તાલુકામાં વીતેલા વર્ષોમાં સાવલી પોલીસ મથક અને ભાદરવા પોલીસ મથક ના અધિકારીઓ દ્વારા વિવિધ દરોડાઓમાં વિદેશી દારૂની હેરફેર કરનાર તત્વોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ભાદરવા પોલીસ મથકની હદમાં 6,719 નંગ વિદેશી બોટલ કિંમત રૂ. 52.16 લાખ નો મુદ્દા માલ તેમજ સાવલી પોલીસ મથક ની હદમાં ઝડપાયેલ 2,769 કિંમત રૂ. 3.69 લાખ મળી કુલ બંને પોલીસ મથકની હદની 9,488 નંગ બોટલો રૂ. 55.85 લાખના મુદ્દા માલ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. આ સમયે ડીવાયએસપી તેમજ પ્રાંત ઓફિસર નશાબંધી આબકારી વિભાગ તેમજ બંને પોલીસ મથકના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આમ, કાયદેસરની પ્રક્રિયા અનુસરીને વિદેશી દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : શેરબજારમાં રોકાણના નામે ઠગાઇનું મોટું કૌભાંડ ઝડપાયું, એક ડઝન સામે ફરિયાદ

Tags :
BulldozerbyDestroyedillegalliquorpoliceruralstationTwoVadodara
Next Article