ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પાર્ક કરેલી ટ્રકમાં સંતાડી રાખેલો કુખ્યાત બુટલેગરનો દારૂનો જથ્થો જપ્ત

VADODARA : ટીમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી હતી. બાદમાં પંચોનો સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી.
12:43 PM Nov 21, 2024 IST | PARTH PANDYA
VADODARA : ટીમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી હતી. બાદમાં પંચોનો સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી.

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODAR RURAL) અંતર્ગત આવતા રતનપુરના કુખ્યાત બુટલેગર દ્વારા તેના ઘર પાસે દારૂ ભરેલો ટ્રક લાવીને મુકવામાં આવ્યો હતો. અને તેમાંથી દારૂનો જથ્થો ઘરમાં ભરવાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના અનુસંધાને રેડ કરતા રૂ. 17.68 લાખનો દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડમાં પોલીસને જોતા જ બુટલેગર અને ટ્રક ચાલક નાસી છુટ્યા હતા.

પોલીસ સ્થળ પર પહોંચતા જ લાલો તેમને ઓળખી ગયો

વરણામા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોલીસનો સ્ટાફ કેલનપુર આઉટ પોસ્ટ પર વોચમાં હતો. દરમિયાન પીઆઇને બાતમી મળી કે, રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ એ પોતાના ઘરની બહાર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મુકી રાખ્યો છે. અને તે તેના ઘરે ઉતારનાર છે. જે બાદ ટીમને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી હતી. બાદમાં પંચોનો સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચતા જ લાલો તેમને ઓળખી ગયો હતો. અને તે ગાડી મુકીને ત્યાંથી નાસુ છુટ્યો હતો.

ટ્રકને કેલનપુર આઉટપોસ્ટ ખાતે લાવીને તેની તપાસ કરવામાં આવી

બાદમાં આસપાસમાં તેની તપાસ કરવામાં આવી હતી. પરંતુ તે મળી આવ્યો ન્હતો. ટ્રકને કેલનપુર આઉટપોસ્ટ ખાતે લાવીને તેની તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાંથી કુલ મળીને રૂ. 17.68 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઉપરોક્ત મામલે રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ (રહે. રતનપુર, વડોદરા ગ્રામ્ય) અને અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને દબોચી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

બીજી કાર્યવાહીમાં રૂ. 6.92 લાખના દારૂ સહિત કુલ રૂ. 16.94 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા ગ્રામ્યમાં આવતા કરજણ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો અન્ય એક ગુનો નોંધાયો હતો. જે અનુસાર, પોલીસ પેટ્રોલીંગ હતી. દરમિયાન બાતમી મળી કે હાઇવે - 48 પર ભરૂચથી વડોદરા તરફ આવતા ટ્રેક પર કન્ટેનરમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે ટીમ વોચમાં ગોઠવાઇ હતી. દરમિયાન બાતમીથી મળતું કન્ટેનર આવતા તેને રોકવામાં આવ્યું હતું. બાદમાં તેમાં તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઉપરોક્ત કાર્યવાહીમાં રૂ. 6.92 લાખના દારૂ સહિત કુલ રૂ. 16.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, વડોદરા ગ્રામ્યમાં દારૂ રેલાવવાનું બુટલેગરોનું સ્વપ્ન પોલીસે હકીકત બનતા અટકાવ્યું છે. આ મામલે કેસરીરામ હરેસિંગ મંડલોઇ (રહે. ધાર, ગંધવાણી) અને વિશાલભાઇ સામે ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો -- VADODARA : ડી-માર્ટના ગોડાઉનમાં જવા નીકળેલા ટ્રકમાંથી માલ-સામાન લઇને ચાલક ફરાર

Tags :
bycaughtHugeliquorofpoliceProhibitionQuantityRaidruralTwoVadodara
Next Article