VADODARA : વરણામાં પોલીસે પકડાયેલા રૂ. 1.41 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફર્યું
VADODARA : ગત વર્ષ અંતથી વિવિધ વડોદરા શહેર-ગ્રામ્યના પોલીસ મથકમાં (VADODARA CITY-RURAL POLICE STATION) કાર્યવાહી દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાના નાશનો (ILLEGAL LIQUOR DESTROYED - BY, BULLDOZING, VADODARA) સિલસિલો આજદિન સુધી ચાલી રહ્યો છે. હાલમાં વડોદરા ગ્રામ્યમાં આવતા વરણામાં પોલીસ મથક (VARNAMA POLICE STATION - VADODARA RURAL) માં વિતેલા વર્ષમાં વિવિધ કાર્યવાહી અંતર્ગત પકડવામાં આવેલા રૂ. 1.41 કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. આ દરમિયાન નાની ચૂંક ના રહી જાય તે માટે વરણામા પોલીસ મથકના પીઆઇ ખડેપગે હાજર રહ્યા હતા.
વિદેશી દારૂના જથ્થા પર તંત્રનું બુલડોઝર ફર્યું
રાજ્યમાં દારૂબંધી છે. પરંતુ દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવીને પ્રયત્નો કરતા રહે છે. અને આવા બુટલેગરોની ચાલાકી ઉંધી પાડવા માટે પોલીસની સઘન વોચ રહે છે. ગત વર્ષના અંતમાં વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેનો સિલસિલો આજે પણ ચાલી રહ્યો છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યમાં આવતા વરણામાં પોલીસ મથકમાં વિતેલા વર્ષમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થા પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું.
પીઆઇ સહિત સક્ષમ અધિકારઓનો સ્ટાફ હાજર રહ્યો
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, વરણામાં પોલીસ મથકમાં 73 ગુનાઓમાં કુલ મળીને 92 હજાર થી વધુ વિદેશી દારૂની બોટલ તથા 20 હજારથી વધુ બિયર ટીનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત રૂ. 1.41 કરોડ આંકવામાં આવી રહી છે. આ દારૂના જથ્થાનો સરકારી રાહે નિકાલ કરવામાં આવ્યો છે. રાતથી જ દારૂના જથ્થાને ડમ્પરો ભરીને ખાનગી જગ્યાએ ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેનો સરકારી રાહે નિકાલ કરતા તેના પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ તકે સ્થળ પર વરણામાં પોલીસ મથકના પીઆઇ સહિત સક્ષમ અધિકારઓનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ નાશ દરમિયાન કોઇ પણ પ્રકારની ચુંક ના રહી જાય તે માટે પીઆઇ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. આમ, વિતેલા વર્ષના અંતથી દારૂના જથ્થાના નાશનો સિલસિલો નવા વર્ષની શરૂઆતમાં પણ જારી રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : પોક્સોના આરોપીને આજીવન કેદ, નવા કાયદા મુજબ ગુનો નોંધાયો હતો