ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : 44 સખી મંડળોના ઉત્પાદનોને આજની જરૂરિયાત પ્રમાણે કોર્પોરેટ લૂક અપાશે

VADODARA : જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાના ધ્યાને મામલો આવતા તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને સૂચના આપી કામ કરવા કહ્યું હતું
02:44 PM Apr 09, 2025 IST | PARTH PANDYA
VADODARA : જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાના ધ્યાને મામલો આવતા તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને સૂચના આપી કામ કરવા કહ્યું હતું

VADODARA : વડોદરા જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી ગૃહ ઉદ્યોગની આર્થિક પ્રવૃત્તિ કરતા ૪૪થી વધુ સખી મંડળોના ઉત્પાદનોને સ્માર્ટ પેકેજિંગ કરી વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાયકા, ટાટા લક્ઝરી, એમેઝોન કે ફ્લિપકાર્ટમાં મળતી આકર્ષક પેકેઝ્ડ વસ્તુઓની જેમ જ સખી મંડળ દ્વારા નિર્મિત ઉત્પાદનો પણ હવેથી બજારમાં મળતા થશે. (SAKHI MANDAL PRODUCTS TO GET CORPORATE LOOK LIKE PACKAGING - VADODARA)

ઉત્પાદનો ઉચ્ચ ગુણવત્તાના તો પણ તેમાં પેકેજિંગની કમી

વિપણન માટે ઉત્પાદનોને કેવી રીતે પેક કરવામાં આવ્યા છે ? એ પણ મહત્વ રાખે છે. જે તે ઉત્પાદનની ગુણવત્તા સાથે તેનું પેકેજિંગ પણ ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહે છે. સખી મંડળો દ્વારા નિર્મિત ઉત્પાદનો ઉચ્ચ ગુણવત્તાના તો હોય છે, પણ તેમાં માત્ર પેકેજિંગની કમી હોવાનું જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાના ધ્યાને આવતા તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને સૂચના આપી આ દિશામાં લોકભાગીદારીથી કામ કરવા કહ્યું હતું.

ઉત્પાદનોની ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી કરાવવામાં આવી

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હિમાંશુ પરીખે એપોલો ફાઉન્ડેશનની મદદ લઇ સારા પેકેજિંગની ડિઝાઇન કરાવવાનું અભિયાન ઉપાડ્યું અને આ માટે જિલ્લામાં ઉત્તમ કામગીરી કરતા ૪૪ જેટલા સખી મંડળોના ઉત્પાદનોને આવરી લેવામાં આવ્યા. આ ઉત્પાદનોની ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી કરાવવામાં આવી. એ બાદ પેકેજિંગ માટેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ સખી મંડળની બહેનોને ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી.

૭૨ ઉત્પાદનોને આવરી લેવામાં આવ્યા

આ ઉત્પાદનોમાં દર્ભાસન, દીવા, અગરબત્તી, ભગવાનના વાઘા, સાડીના કવર, પર્સ, મોબાઇલ હોલ્ડર, ટોપી, મોજા, મહેંદીના કોન, રાખડી, સેનેટરી પેડ, ફ્લોર ક્લિનર, વોશિંગ પાવડર, પાપડ, અથાણા, ખાખરા, ચાનો મસાલો, તોરણ ઝૂમ્મર, ગળાના હારનો સેટ, બુટ્ટી, બ્રેસલેટ, જ્યુટ બેગ, વર્મિ કમ્પોસ્ટનો સમાવેશ થાય છે. કુલ ૭૨ ઉત્પાદનોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉત્પાદનોની ડિઝાઇન એવી આકર્ષક બનાવવામાં આવી છે કે, તેને જોઇને ખરીદી લેવાનું મન થાય !

નીચે મુજબના તાલુકાના સખી મંડળ લાભ્યા

તાલુકા વાઇઝ ઉત્પાદનોની સંખ્યા જોઇએ તો ડભોઇના ૪, ડેસરના ૧૧, કરજણના ૮, પાદરાના ૬, સાવલીના ૫, શિનોરના ૩, વડોદરાના ૧૭ અને વાઘોડિયા તાલુકાના ૧૮ ઉત્પાદનોને આકર્ષક પેકેજિંગ આપવામાં આવશે.

આ પણ વાંચો --- VADODARA : ચક્ષુ દિવ્યાંગ દર્પણ ઈનાની બન્યા રાષ્ટ્રીય દૃષ્ટિહીન ચેસ ચેમ્પિયન

Tags :
corporategetGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewslikelookMandalpackagingproductssakhitoVadodara
Next Article