ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સમામાં નિંદ્રાધીન શ્રમિકો પર કાર ફરી વળી, 6 ની હાલત ગંભીર

VADODARA : ઝુંપડામાં ઘૂસી ગયેલી કાર ઉંચી કરીને તેની નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને તેમને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા
02:51 PM Dec 25, 2024 IST | PARTH PANDYA
VADODARA : ઝુંપડામાં ઘૂસી ગયેલી કાર ઉંચી કરીને તેની નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને તેમને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા

VADODARA : વડોદરા (VADODARA) ના શહેરના સમા વિસ્તારમાં ઝુંપડામાં નિંદ્રાધીન શ્રમિકો (CAR RUN OVER DAILY WAGERS - VADODARA) પર કાર ફરી વળી હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક બાળકી સહિત 6 જેટલા લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. આ પહેલા કાર દ્વારા બાઇકને અડફેટે લઇને બેને ફંગોળ્યા હતા. સમગ્ર ઘટના અંગે અજાણ્યા કાર ચાલક સામે સમા પોલીસ મથક (SAMA POLICE STATION - VADODARA) માં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં આરોપીને પણ માથાના ભાગે વાગ્યું હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે.

બાઇકને અડફેટે લેતા બંને ફંગોળાયા હતા

સમા પોલીસ મથકમાં હાર્દિક વસંતભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેના મિત્ર સાથે તેઓ રાત્રે 12 - 15 કલાકે મંજુસર જીઆઇડીસીથી ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં પોણા એક વાગ્યે સમા-સાવલી રોડ પર આવેલા શિવાલીક ફાર્મ, ત્રણ રસ્તા પાસે પોણા એક વાગ્યે સમા-કેનાલ ચાર રસ્તાથી દુમા ડ તરફ જતા એક કાર પુરઝડપે આવી હતી. અને બાઇકને અડફેટે લેતા બંને ફંગોળાયા હતા. ત્યાર બાદ 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ફરિયાદીના મિત્રને ઘુંટણ નીચે ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઇ હતી.

કાર નંબરના આધારે ચાલક સામે સમા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ત્યાર બાદ આ કાર ચાલક અકસ્માત સ્થળથી 30 મીટર જેટલા અંતરે દુર આવેલા ખુલ્લા મેદાનના ઝુંપડામાં ઘૂસ્યો હતો. જે બાદ ચાલક નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આખરે ફરિયાદીએ કાર નંબરના આધારે ચાલક સામે સમા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

કાર ઉંચી કરીને તેની નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા

આ ઘટનામાં ઝુંપડામાં રાત્રીના સમયે જમી-પરવારીને આરામ કરતા શ્રમિકો પર કાર ફરી વળી હતી. જેમાં એક બાળક સહિત 6 લોકો ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પ્રત્યદર્શીનું કહેવું છે કે, આ ઘટનામાં રાત્રે નિંદ્રાધીન શ્રમિક પરિવારો પર કાર ફરી વળી હતી. બુમાબુમ-ચીચીયારીઓ પડતા સ્થાનિકોની ઉંઘ તુટી હતી. અને તેઓ પણ ઇજાગ્રસ્તોની મદદ માટે દોડી આવ્યા હતા. ત્યાર બાદ કાર ઉંચી કરીને તેની નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને તેમને હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટનામાં કાર ચાલકને મહિલા લઇને જતી રહી હોવાની પ્રાથમિક માહિતી પણ મળવા પામી છે. હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : વેશ પલટો કરીને મહારાષ્ટ્ર પહોંચેલી પોલીસે લૂંટ-ખુન કેસનો આરોપી દબોચ્યો

Tags :
AccidentbikecardailyinLIVEmanyoverrunSamaseriousshackVadodarawagerswith
Next Article