Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આડા સંબંધની આશંકાએ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

VADODARA : આરોપીએ પોલીસને જણાવ્યું કે, હું તો હતો જ નહીં. પરંતુ ફરિયાદીએ કહ્યું કે, તે (હત્યારો) રાત્રે ત્યાં આવ્યો હતો. પોતે બારણું ખોલ્યું હતું.
vadodara   આડા સંબંધની આશંકાએ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં સમા (SAMA) વિસ્તારમાં ઘર જમાઇ તરીકે રહેતા શખ્સ પત્ની પર આડા સંબંધોની શંકા કરતો હતો. જેને પગલે દંપતિ વચ્ચે અવાર-નવાર ઝઘડા પણ થતા હતા. જો કે, તાજેતરમાં ઝઘડો એટલો વકર્યો કે, પતિએ પત્નીના ગળે વાયરનો ટુંપો દઇને તેને મોતને ઘાટ ઉતારી દીધી (HUSBAND MURDER WIFE - VADODARA) હતી. સમગ્ર મામલે પિતાએ હત્યારા જમાઇ વિરૂદ્ધ સમા પોલીસ મથક (SAMA POLICE STATION) માં ફરિયાદ દાખલ કરતા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.

Advertisement

બેભાન દિકરીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે લઇ ગયા

સમગ્ર ઘટનાક્રમને લઇને ACP બાંભણીયાએ જણાવ્યું કે, ફરિયાદી પિતા શ્રીધર ભાઇ ડિફેન્સ કોલોનીમાં રહે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, તેમની દિકરી પૂર્ણિમા અને જમાઇ મંજીત ધિલ્લોન પોતાની જોડે રહે છે.12, ડિસે.ના રોજ જમાઇએ તેની દિકરીને ગળે ટુંપો આપીને હત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. દિકરી બેભાન અવસ્થામાં પોતાના રૂમમાં પડી હતી, ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઇ પોતાની નોકરી પર જતા રહ્યા હતા. બપોરે આવીને જોયું તો દિકરી બેભાન અવસ્થામાં પડી હતી. જમાઇ આગલી રાત્રે એક વાગ્સાના આરસામાં ઘરે આવ્યો હતો. ત્યાર બાદ તે ક્યાંય નજરે પડ્યો ન્હતો. બાદમાં બેભાન દિકરીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કરી હતી.

Advertisement

પતિ તેના પર આડા સંબંધોની આશંકા વ્યક્ત કરતો

વધુમાં જણાવ્યું કે, આરોપી મંજીત ધિલ્લોન છે, ત્રણ વર્ષથી તેણે લવ મેરેજ કર્યા હતા. તે ઘર જમાઇ તરીકે રહેતો હતો. અને પોતે ટ્રક ડ્રાઇવીંગ કરે છે. પિતાના જણાવ્યા અનુસાર, પૂર્ણિમા બેન પોતે ખાનગીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો. અને છેલ્લા બે વર્ષથી તેનો પતિ તેના પર આડા સંબંધોની આશંકા વ્યક્ત કરતો હતો. દરમિયાન બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. તે દિવસે સવારે પૂર્ણિમાના પિતા શ્રીધર ભાઇ નોકરી પર ગયા બાદમાં આ અંગે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મંજીતે તેની પત્ની પૂર્ણિમાને કેબલના વાયર વડે ગળે ટુંપો આપ્યો હતો. અને ઘટના બાદ તે નાસી છુટ્યો હતો.

દિકરી પર કોઇ પણ જાતના ઘરેણા ન્હતા

વધુમાં તેમણે ઉમેર્યું કે, આરોપીને બાતમી રાહે તેને બોલાવીને તેને વિશ્વાસમાં લઇને તેની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેણે જણાવ્યું કે, હું તો હતો જ નહીં. પરંતુ ફરિયાદીએ કહ્યું કે, તે (હત્યારો) રાત્રે ત્યાં આવ્યો હતો. પોતે તેમણે બારણું ખોલ્યું હતું. સવારે તે નાસી ગયો હતો. જે તે વખતે શ્રીધર ભાઇએ જોયું ત્યારે બેભાન અવસ્થામાં તેમની દિકરી પર કોઇ પણ જાતના ઘરેણા ન્હતા. આ અંગે આરોપીને બોલાવીને તેની તપાસ કરતા તેના ખીસ્સામાંથી બુટ્ટી, વિંટી અને મંગળસુત્ર મળી આવ્યું હતું. ગળે કેબલ વાયરનો ટુંપો દઇને હત્યા કરી દીધી હતી.

શંકા પાક્કી થવાથી જમાઇ વિરૂદ્ધમાં ફરિયાદ આપી

આખરમાં જણાવ્યું કે, શરૂઆતમાં શ્રીધર ભાઇને હત્યા અંગેની આશંકા ન્હતી, પરંતુ મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાતા ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું કે, મૃતકને ગળે કસીને ટુંપો આપીને મૃત્યુ થયું છે. અને બાદમાં ફરિયાદીની શંકા પાક્કી થવાથી તેમણે તેમના જમાઇ વિરૂદ્ધમાં ફરિયાદ આપી હતી. આરોપી કોઇ પણ પ્રકારનું સેવન કરતો નહીં હોવાનું તેના ડિટેઇલ ઇન્વેસ્ટીગેશનમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો -- VADODARA : બેંક કર્મી બનીને પોલીસ MP પહોંચી, ગેંગ રેપનો આરોપી 9 વર્ષે પકડાયો

Tags :
Advertisement

.

×