Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઐતિહાસીક કમળિયું તળાવમાં લીલ-જંગલી વનસ્પતીનું સામ્રાજ્ય

VADODARA : સરકારી નાણાંનો વેડફાટ થઇ રહ્યો હોય તેનું જીવતું જાગતું ઉદાહરણ છે ફુલ માર્કેટ. લોકો કુદરતી હાજતે જવા માટે હાલ ઉપયોગ કરી રહ્યા છે
vadodara   ઐતિહાસીક કમળિયું તળાવમાં લીલ જંગલી વનસ્પતીનું સામ્રાજ્ય
Advertisement

VADODARA : વડોદરા પાસે આવેલા સાવલી (VADODARA RURAL - SAVLI) નું ઐતિહાસિક કમળિયું તળાવ પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. એક સમયે શહેરની ઓળખ સમાન તળાવ આજે ગંદકીથી ખદબદે છે. મોટા ભાગના તળાવમાં જંગલી વેલ ઉગી નીકળી છે. જેને પગલે સ્થાનિકો ભારે વ્યથીત છે. સાવલીની ઐતિહાસિક ઓળખની જાળવણી કરવામાં તંત્ર ઉણુ ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ આ મુદ્દાને વિપક્ષી નેતાઓ ઉઠાવ્યો છે. અને તળાવની ત્વરિત સાફસફાઇ કરીને તેનું બ્યુટીફીકેશ કરવાની માંગ મુકી છે.

પ્રજાના પૈસાનો વેડફાટ ઉદાહરણ સાથે લોકો સમક્ષ મુક્યું

વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા સાવલીની એક ઓળખ તેનું ઔતિહાસિક કમળિયું તળાવ હતું. પરંતુ સમય જતા તેની હાલત ખરાબ થઇ છે. આજની સ્થિતીએ તળાવમાં જંગલી વેલા ઉગી નીકળ્યા છે. અને ઓળખ ધીરે ધીરે ઝાંખી પડી રહી છે. જેને લઇને સ્થાનિકોમાં ચિંતા છે. ત્યારે આ સમસ્યાને ઉજાગર કરવા માટે અને પ્રજાના પૈસાનો વેડફાટ ઉદાહરણ સાથે લોકો સમક્ષ મુકવા માટે વિપક્ષના નેતા પ્રગટ થયા છે. અને તેમણે મુદ્દાસર શહેરની સમસ્યાઓની માહિતી આપી છે.

Advertisement

સાવલી મોટુ નગર છે, તેનો વિકાસ રૂંધાઇ રહ્યો છે

સાવલી પાલિકાના વિપક્ષના નેતા હસમુખભાઈ પટેલએ મીડિયાને જણાવ્યું કે, સાવલી નગરમાં સરકારી નાણાંનો વેડફાટ થઇ રહ્યો હોય તેનું જીવતું જાગતું ઉદાહરણ છે ફુલ માર્કેટ. ફૂલ માર્કેટ ત્રણ વર્ષથી ઉપયોગમાં લેવામાં આવ્યું નથી. લોકો કુદરતી હાજતે જવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. સાવલી તાલુકાનું ઐતિહાસીક કમળિયુ તળાવની છાપ ભુસાઇ ગઇ છે. તે ગંદકીથી ખદબદે છે. તેને સાફ કરીને તેનું બ્યુટીફીકેશન કરવું જોઇએ. તાજેતરમાં મુખ્યમંત્રી સાવલીમાં વિયર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરીને ગયા છે. સાવલી મોટુ નગર છે. તેનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. સાવલીમાં ઠેર ઠેર દબાણો જોવા મળી રહ્યા છે. તેનું નિરાકરણ આવે તેવી અમારી માંગણી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ટ્રકમાંથી RMC મટીરીયલ રોડ પર વેરાતા ચાલકોને મુશ્કેલી

Tags :
Advertisement

.

×