VADODARA : મંજુસર GIDC માં કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, લોકોમાં ફફડાટ
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સાવલીની મંજુસર જીઆઇડીસી (MANJUSAR GIDC - SAVLI) માં આવેલી કેમિકલ કંપનીનું ગોડાઉન આજે સાંજે અચાનક ભીષણ આગમી લપટ (GODOWN CAUGHT FIRE - VADODARA) માં આવી ગયું હતું. ઘટનાની જાણ થતા જ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આ આગમાં કંપની સંચાલકોને મોટું નુકશાન થયું હોવાની ભીતિ હાલ તબક્કે સેવાઇ રહેલી છે.
વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો
વડોદરા ગ્રામ્યના સાવલીમાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં શ્રીજી એગ કેમ પ્રા. લિ. નામની કંપનીનું ગોડાઉન આવેલું છે. આ કંપની દ્વારા વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી હાલ તબક્કે સામે આવવા પામી છે. આજે મંજુસર જીઆઇડીસીમાં આવેલા કંપનીના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જેને પગલે વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા
આગ લાગવા અંગેની વાત વહેતી થતા જ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં ત્રણ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સ્થિતી કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. એક તબક્કે આગનું સ્વરૂપ વિકરાણ બનતા આસપાસના સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
કુલીંગની કામગીરી કરવામાં આવનાર છે
હાલ આગ પર અંશત કાબુ મેળવી લેવામાં સફળતા મળી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યાર બાદ સ્થળ પર કુલીંગની કામગીરી કરવામાં આવનાર છે. અને ત્યાર બાદ આગ લાગવા પાછળના કારણો તપાસવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે. આ ઘટનામાં કંપની સંચાલકોને મોટું નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજો પ્રાથમિક દ્રષ્ટિએ લગાડવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : લો કરો વાત ! પૈસા ચૂકવ્યા છતાં કોન્ટ્રાક્ટર અધવચ્ચેથી કામ છોડીને ફરાર