VADODARA : પોક્સોના આરોપીને આજીવન કેદ, નવા કાયદા મુજબ ગુનો નોંધાયો હતો
VADODARA : વડોદરા ગ્રામ્યમાં (VADODARA RURAL) આવતા સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) માં વર્ષ 2024 માં પોક્સો (POCSO CASE) સહિતની કલમો હેઠળ નવા કાયદા મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં નવા અમલમાં મુકાયેલા કાયદા મુજબ દુષ્કર્મના આરોપીને સાવલી પોકસો કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા સાથે રૂ. 1 લાખનો દંડ ફટકારતા ચકચાર જવા પામી છે. રાજ્યમાં ભારતીય ન્યાય દંડ સહિતા અંતર્ગત નવા કાયદાના અમલ બાદ તે અનુસારનો આ પ્રથમ ચુકાદો હોવાની માહિતી કાયદાકીય વર્તુળોમાંથી પ્રાપ્ત થવા પામી છે.
ભારતીય નાગરિક સંહિતાનો અમલ થયા બાદ નવા કાયદા મુજબ આરોપી સામે ગુનો નોંધાયો
વર્ષ 2024 માં સાવલી પોલીસ મથકમાં 15 વર્ષીય સગીરાને પ્રેમ સંબંધના બહાને બળજબરીથી ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ મથકે આરોપી નિલેશ મનુભાઈ પાટણવાડીયા વિરુદ્ધ સાવલી પોલીસ મથકમાં પોકસો સહિતની વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયો હતો. તે સમયે ભારતીય ન્યાય સંહિતા તેમજ ભારતીય નાગરિક સંહિતાનો અમલ થયા બાદ નવા કાયદા મુજબ આરોપી સામે ગુનો સાવલી પોલીસ મથકે નોંધાયો હતો.
કુદરતી નિત્યક્રમ મુજબ જીવે ત્યાં સુધી સખત કેદની સજા
આ મામલે સાવલી પોકસો કોર્ટ માં જજ જે. એ. ઠક્કર ની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ સી. જી. પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને કસુરવાર ઠેરવીને નવા કાયદા મુજબ આજીવન કેદની એટલે કે કુદરતી નિત્યક્રમ મુજબ જીવે ત્યાં સુધી સખત કેદની સજા તથા એક લાખનો દંડ ફટકાર્યો છે. સાથે સાથે અન્ય કલમો મુજબ પણ તકસીર વાર ઠેરવીને દંડ ફટકાર્યો હતો. આમ, નવી કલમોના અમલ બાદ સમગ્ર રાજ્યમાં સંભવિત પ્રથમ આજીવન કેદની સજા સાવલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે.
આરોપી દંડની જે રકમ ભરે તે પણ પીડીતાને ચૂકવવા ઓર્ડર
આ સાથે જિલ્લા લીગલ ઓથોરિટી ને પીડિતાને વિકટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ રૂ. 7 લાખની સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવી છે. તેમજ આરોપી દંડની જે રકમ ભરે અને કોર્ટમાં જમા કરાવે તે રકમ પણ પીડીતાને ચૂકવવા ઓર્ડર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : Stellar Kitchen, Hotel Legend તથા અન્યત્રેથી સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય પદાર્થો મળ્યા