VADODARA : તહેવાર ટાણે સોનું ચમકાવવાના બહાને સેરવી લેતી ગેંગ સક્રીય
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં તહેવાર ટાણો સોનું ચમકાવવાના બહાને સેરવતી ગેંગ સક્રિય બની હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. કંપનીમાંથી આવીએ છીએ તેમ જણાવીને ગઠીયાઓએ વૃદ્ધાની બંગ્ડીઓ પર હાથફેરો કર્યો હોવાનો કિસ્સો સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) માં નોંધાવવા પામ્યો છે. આ મામલે ફરિયાદ બાદ સાવલી પોલીસે આરોપીઓને દબોચી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.
બંને થેલા વાળા મળ્યા છે ?
વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ મથકમાં પ્રણવકુમાર રાવજીભાઇ પટેલ (રહે. ખાખરીયા સ્વામીનારાયણ મંદિર ફળીયું, સાવલી, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખેડુત છે. 22, સપ્ટેમ્બરના રોજ તેઓ ઘરે આવતા પત્નીએ પુછ્યું કે, આપણા રસ્તામાં એક કાળા શર્ટ વાળો ઇસમ અને સફેદ શર્ટ વાળો ઇસમ, બંને થેલા વાળા મળ્યા છે ? તેમણે વળતા પુછ્યું કે, મને મળ્યા નથી. પરંતુ શું થયું છે ? પત્નીએ કહ્યું કે, બંને ઇસમો આપણા ઘરે ચાલતા ચાલતા આવ્યા હતા. અને હિંદીમાં જણાવ્યું કે, અમે કંપનીમાંથી લિક્વીડ લઇને આવ્યા છીએ. સેલ્સમેન તરીકેનું કારમ કરીએ છીએ. તમારે તાંબા-પિત્તળવા વાસણો સાફ કરાવવા કે ધોવડાવવાના છે ?
બંને બા ના હાથમાં પહેરેલી સોનાની બંગ્ડીઓ જોઇ ગયા
ત્યાર બાદ તેમના પત્નીએ ભગવાનની પુજા પાઠની ડિશો ધોવા આપી હતી. જેને સાફ કરવામાં આવી હતી. બાદમાં ઇસમોએ પુછ્યું કે, કોઇ સોના-ચાંદીના દાગીના કે ઘરેણા હોય તો તે પણ અમે ધોઇ આપીએ છીએ. તેમ જણાવતા બા એ ચાંદીના ઘરેણા નથી તેમ કહ્યું હતું. દરમિયાન બંને બા ના હાથમાં પહેરેલી સોનાની બંગ્ડીઓ જોઇ ગયા હતા. જેથી તેમણે બંગ્ડીઓ ધોવા માંગી હતી. બંને હાથની બંગ્ડીઓનું વજન 4 તોલા જેટલું થવા પામે છે.
એક વાટકીમાં તમારા ઘરમાંથી હળદર લાવો
બંનેએ બંગ્ડીઓને વાટકામાં મુકી, તેમાં કોઇ લિક્વીડ પાવડર નાંખ્યો હતો. બાદમાં અન્ય વાટકામાં સળગાવીને તેને ઓલવી બ્રશ વડે સાફ કરી લીધું હતું. બાદમાં તેમમે જણાવ્યું કે, એક વાટકીમાં તમારા ઘરમાંથી હળદર લાવો. જે બાદ તેઓ હળદર લેવા માટે ગયા હતા. ત્યાર બાદ પરત આવતા તેમના હાથમાં બંગ્ડીઓ મુકીને તેઓ જતા રહ્યા હતા. જતા કહ્યું કે, 10 મીનીટ રહેવા દેજો. અને ત્યાર બાદ તેને ધોઇને પહેરી લેજો. બાદમાં તેમણે ચાલતી પકડી હતી.
ગઠિયાઓનો કોઇ પત્તો લાગ્યો ન્હતો
બાદમાં તેમણે હળદર વાળી બંગ્ડીઓ ધોતા તેનું વજન હલકું થઇ ગયેલું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓ તુરંત બંનેને શોધવા બાઇક પર ગયા હતા. જો કે, ગઠિયાઓનો કોઇ પત્તો લાગ્યો ન્હતો. આખરે અજાણ્યા શખ્સો સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : ડ્રેઇન માસ્ટરથી સાફ કરાવેલી રૂપારેલ કાંસ છલોછલ, વિશ્વામિત્રીનું જળસ્તર ચિંતાનજક