VADODARA : સગીર બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા ચકચાર
VADODARA : વડોદરા (VADODARA) ના સાવલીમાં સગીર બાળકનું અપહરણ કરીને તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ વિકૃતિની હદ પાર કરીને કૃત્ય આચર્યા બાદ સગીર બાળકને ધમકી આપી કે, આ વાતની જાણ તે કોઇને કરી તો જાનથી મારી નાંખીશ. આખરે પીડિત બાળકે તેના પરિજનને આ અંગે જાણ કરતા મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. સ્થાનિકોના મતે આરોપીને કડકમાં કડક સજા થવી જોઇએ.
બોડો સગીર બાળકને ચોરપુરા તરફ જતા રસ્તે લઇ ગયો
સાવલી પોલીસ મથકમાં પીડિતના પરિચીતે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શ્રમિક પરિવારમાંથી આવે છે. તાજેતરમાં પરિવારના સગીર દિકરાનું આફ્તાબ ઉર્ફે બોડો સઇદભાઇ ચૌહાણ દ્વારા બાઇક પર લઇ જઇને અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નરાધમ બોડો સગીર બાળકને ચોરપુરા તરફ જતા રસ્તે લઇ ગયો હતો. ત્યાં બળજબરી પૂર્વક સગીર બાળક પર તેણે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.
પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
નરાધમે સગીર બાળકને પીંખી નાંખ્યા બાદ તેને ધમકી આપતા જણાવ્યું કે, આ વાતની જાણ કોઇને કરીશ તો તને જીવતો નહીં રહેવા દઉં. બાદમાં પીડિતે જેમ તેમ ઘરે પરત ફરીને પોતાના પરિવારને આ ઘટના અંગે જાણ કરી હતી. બાદમાં સમગ્ર મામલે આફ્તાબ ઉર્ફો બોડો સઇદભાઇ ચૌહાણ (રહે. ગોઠડા, ચૌહાણ વગો, સાવલી, વડોદરા) સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સગીર જોડે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો -- VADODARA : ફૂટપાથ પરથી દારૂ વેચતા બુટલેગરને દબોચતી PCB