ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : Sayaji Hotel ના દુષિત પાણીનો વિશ્વામિત્રી નદીમાં નિકાલ

VADODARA : આજથી બે દિવસ માટે વિશ્વામિત્રી નદીમાં મગરની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન આ ઘટના સપાટી પર આવવા પામી છે
02:57 PM Feb 05, 2025 IST | PARTH PANDYA
VADODARA : આજથી બે દિવસ માટે વિશ્વામિત્રી નદીમાં મગરની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન આ ઘટના સપાટી પર આવવા પામી છે

VADODARA : વડોદરાના પારસી અગિયારી સામે આવેલી હોટલ સયાજીન (Sayaji Hotel - Vadodara) માંથી દુષિત પાણીનો નિકાલ પાઇપલાઇન મારફતે વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો (Polluted Water Release In Vishwamitri River By Sayaji Hotel Vadodara) સામે આવ્યો છે. વિશ્વામિત્રી નદીમાં મગરની ગણતરી સમયે આ ઘટવા જોવા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટીંગ કરી તેને સાફ, ઉંડી અને પહોળી કરવાનું કાર્ય કરોડો રૂપિયાના ખર્ચે હાથ પર લેવામાં આવ્યું છે. અને બીજી તરફ વિશ્વામિત્રી કિનારે બનેલી હોટલો દ્વારા દુષિત પાણીનો નિકાલ નદીમાં કરવામાં આવી રહ્યો છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ પાલિકાનું તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી

વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. આ નદીમાં સ્વચ્છતાના અભાવે દુષિત નાળા જેવું ભાસી રહ્યું હોવાનું પર્યાવરણવીદોનું કહેવું છે. ત્યારે ગત વર્ષે નદીમાં પૂર આવવાના કારણે નદીને પહોળી, સાફ, અને ઉંડી કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. દરમિયાન આજે અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે. શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલી સયાજી હોટલમાંથી પાઇપ મુકીને દુષિત પાણીનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાના વીડિયોમાં બે પાઇપો મુકીને દુષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે.

જે પાણી દુષિત હોવા તરફનો સંકેત આપે છે

એક તરફ નદીનું પ્રદુષણ જળચર જીવો માટે જીવનું જોખમ ઉભુ કરી રહ્યું છે. તો બીજી તરફ વિશ્વામિત્રી કાંઠે આવેલા મોટી હોટલ દ્વારા સીધો જ વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ પાણી જ્યાંથી નદીમાં ઠલવાઇ રહ્યું છે, ત્યાં પાસે જ પાણીમાં ફીણ જોવા મળી રહ્યું છે. જે પાણી દુષિત હોવા તરફનો સંકેત આપે છે. આજથી બે દિવસ માટે વિશ્વામિત્રી નદીમાં મગરની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન આ ઘટના સપાટી પર આવવા પામી છે. આ જોઇને પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હવે આ મામલે પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરની ગણતરી આજથી શરૂ

Tags :
ACTGujarat FirstGujarat NewsGujarati NewsHotelinpollutedreleaseriversayajishamefulVadodaraVishwamitriwater
Next Article