VADODARA : ધો-9 ની વિદ્યાર્થીનીએ રીસેસમાં વ્હીસ્કીની બોટલ કાઢી
VADODARA : વડોદરા (VADODARA) શહેરના સમા સાવલી રોડ પર આવેલી જાણીતી અંબે વિદ્યાલય (AMBE VIDHLAYA - VADODARA) સ્કુલમાં ધો - 9 માં ભણતી એક વિદ્યાર્થીનીએ રીસેસમાં વ્હીસ્કીની બોટલ શાળાની બેગમાંથી કાઢી (WHISKEY BOTTLE FROM SCHOOL BAG - VADODARA) હતી. અને પોતાના મિત્રને બતાવી હતી. જો કે, તે સમયે બીજા વિદ્યાર્થીઓ ક્લાસરૂમાં આવી જતા તેણે બોટલ ફરી બેગમાં મુકીને સંતાડી દીધી હતી. આ વાતે વિદ્યાર્થીઓ વચ્ચે ભારે ચર્ચા જામી હતી. અને બાદમાં આ વાત વાલીઓ સુધી પહોંચી હતી. જેને પગલે વાલીઓમાં ચિંતા સાથે સ્કુલ સત્તાધીશો વિરૂદ્ધ રોષની લાગણી જોવા મળી રહી છે.
વ્હીસ્કીની બોટલ કાઢીને બતાવે છે અને તેને લહેરાવે છે
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, 6, જાન્યુઆરીના રોડ સ્ટેટ બોર્ડ બિલ્ડીંગમાં ધો - 9 ના ક્લાસરૂમમાં એક ચોંકાવનારી ઘટના બની હોવાનું ચર્ચામાં છે. જેમાં રીસેસના સમયે એક વિદ્યાર્થીની અન્ય સમક્ષ પોતાના સ્કુલ બેગમાંથી વ્હીસ્કીની બોટલ કાઢીને બતાવે છે. બોટલ બહાર કાઢીને તેને લહેરાવે છે. આ સમયે ક્લાસરૂમમાં માત્ર ગણતરીના જ વિદ્યાર્થીઓ હાજર હતા. જે બાદ વિદ્યાર્થીની તે બોટલને ખોલવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે ખુલતી નથી. અને દરમિયાન ક્લાસનો એક વિદ્યાર્થી બહારથી રૂમમાં એન્ટ્રી લઇ લે છે.
વિદ્યાર્થીનીને પરીક્ષા સુધી શાળામાં નહીં આવવા માટે જણાવ્યું
જેથી વિદ્યાર્થીનીએ ચાલાકીથી તે વ્હીસ્કીની બોટલને પોતાની બેગમાં મુકી દીધી હતી. આ વાત સ્કુલ સત્તાધીશો સુધી પહોંચતા વિદ્યાર્થીનીને પરીક્ષા સુધી શાળામાં નહીં આવવા માટે જણાવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. તો બીજી તરફ આ વાત વિદ્યાર્થીઓમાં ભારે રસપ્રદ ચર્ચાનો વિષય બન્યો હતો. અને બાદમાં વાલીઓ સુધી પણ પહોંચ્યો હતો. જેના કારણે વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓમાં આ મામલે કોઇ સાચી-ખોટી ચર્ચા ચાલી હોય
આ સમગ્ર ઘટના અંગે પ્રિન્સીપાલનું કહેવું છે કે, આ ઘટના અંગે તેમને જાણકારી નથી. વિદ્યાર્થીઓમાં આ મામલે કોઇ સાચી-ખોટી ચર્ચા ચાલી હોય અને તે અંગે તેમણે પોતાના ઘરે જઇને વાત કરી હોય તેમ બની શકે. જેથી આ વાત ફેલાઇ હોય તેવું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આમ, સ્કુલ સત્તાધીશો દ્વારા મામલાને રફેદફે કરવાનો આડકતરો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : શહેર પોલીસના 8 ડિવિઝનમાં ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક