ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પૂર નિવારણના પગલાં ભરવામાં સિંચાઇ વિભાગની ગંભીર લાલિયાવાડી

VADODARA : ગતરોજ પૂર નિવારણ માટેના પગલાંમાં હાઇ-વે ઓથોરોટી સાથે અને, બાદમાં હવે સિંચાઇ વિભાગ જોડે સંકલનનો અભાવ ખુલ્લો પડવા પામ્યો છે
09:35 AM Mar 21, 2025 IST | PARTH PANDYA
VADODARA : ગતરોજ પૂર નિવારણ માટેના પગલાંમાં હાઇ-વે ઓથોરોટી સાથે અને, બાદમાં હવે સિંચાઇ વિભાગ જોડે સંકલનનો અભાવ ખુલ્લો પડવા પામ્યો છે

VADODARA : વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટે 100 દિવસના એક્શન પ્લાન પર પાલિકાનું તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. આ કામગીરી વડોદરા પાલિકા અને રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવનાર છે. પાલિકાની મહેનત સામે સિંચાઇ વિભાગની ગંભીર લાલિયાવાડી સામે આવી છે. કામગીરી કરવા માટે માત્ર 90 દિવસ બચ્યા છે. છતાં રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેથી વડોદરાના માંજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રીને પત્ર લખીને આ કામ સત્વરે શરૂ કરાવવા માટે તાકીદ કરી છે. ગતરોજ પૂર નિવારણ માટેના પગલાંમાં હાઇ-વે ઓથોરોટી સાથે સંકલનના અભાવની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ હવે સિંચાઇ વિભાગ જોડે સંકલનનો અભાવ ખુલ્લો પડવા પામ્યો છે. આ પત્ર 20, માર્ચના રોજ લખવામાં આવ્યો છે. (VADODARA BJP MLA WRITE LETTER TO CM AND WATER RESOURCES AND WATER SUPPLY MINISTER OF GUJARAT)

સિંચાઇ વિભાગે કામ શરુ કર્યું નથી

વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (BJP MLA YOGESH PATEL WRITE LETTER TO CM OF GUJARAT BHUPENDRA BHAI PATEL ABOUT VISHWAMITRI PROJECT) ઉદ્દેશીને લખ્યું છે કે, વડોદરાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટનો 24 કિમી શહેરની બહારનો ભાગ સિંચાઇ વિભાગ દ્વારા નદી ઉંડી-પહોળી કરવામાં 6 ભાગમાં કરવાનું કામ રાખ્યું છે. ચોમાસાના 90 દિવસ બાકી છે. પરંતુ સિંચાઇ વિભાગે કામ શરુ કર્યું નથી. તાત્કાલિક આ પ્રોજેક્ટ પૂરો કરવા આપ દ્વારા આદેશ આપવા મારી વિનંતી છે.

ચોમાસાને 90 દિવસ જેટલો સમય બાકી છે

વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળીયા (BJP MLA YOGESH PATEL WRITE LETTER TO WATER RESOURCES AND WATER SUPPLY MINISTER OF GUJARAT KUNVARJI BAVALIYA) ને ઉદ્દેશીને લખ્યું છે કે, વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીથી ભારે નુકશઆનના કારણે રાજ્યના મુખ્યમંત્રીએ નદીને ઉંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ તાત્કાલિક મંજૂર કર્યો હતો. સિંચાઇ વિભાગ દ્વારા વડોદરા શહેરનો આસપાસના 24 કિમીમાં 6 ભાગમાં નદીનો ભાગ ઉંડો કરવો તેમજ પહોળો કરવા માટે ટેન્ડર કાઢીને કામ શરૂ કરવાનું સ્વિકાર્યું હતું. પરંતુ હાલ સુધી કામ શરૂ થયું નથી. ચોમાસાને 90 દિવસ જેટલો સમય બાકી છે. આ કામ તાત્કાલિક કરવું જરૂરી હોવાથી સત્વરે ધ્યાને લઇને કામ શરૂ કરવું જોઇએ. જેથી આ કાગળ લખ્યો છે.

આ પણ વાંચો --- Gandhinagar : ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગ્રેસનાં ધારાસભ્યોનાં પ્રશ્નો પર ચર્ચા કરાઈ

Tags :
andBJPCMfloodGujaratGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsLatterMinistermitigationMLAofPlanregardingresourceseniortoVadodarawaterWrite
Next Article