VADODARA : ડિજીટલ અરેસ્ટની માયાજાળમાં વૃદ્ધને ફસાવી રૂ. 90 લાખથી વધુ પડાવ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં ડિજીટલ અરેસ્ટ (DIGITAL ARREST - VADODARA) ના ભોગ બનનાર ધીરે ધીરે સામે આવી રહ્યા છે. ઓક્ટોબર - 2024 માં કુરીયર કંપનીમાંથી ફોન હોવાનું જણાવીને સિનિયર સિટીઝનના નામે જતા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. બાદમાં સાયબર માફિયાઓ દ્વારા ડરાવીને વૃદ્ધ પાસેથી ટુકડે ટુકડે રૂ. 90.90 લાખ પડાવવામાં આવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથક (VADODARA CYBER CRIME POLICE STATION) માં અજાણ્યા શખ્સો સામે નંબરના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને દબોચી કાઢવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
પાર્સલમાં રૂમાલ, લેપટોપ, પાસપોર્ટ અને ડ્રગ્સ મળી આવ્યું છે
ડિજીટલ અરેસ્ટનો ભોગ બનેલા સિનિયર સિટીઝને નોંધાવેલી ફરિયાદ અનુસાર, હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. ઓક્ટોબર - 2024 માં તેમને અજાણ્યા નંબર પરછી ફોન આવ્યો હતો. અને સામે વાળી વ્યક્તિ કુરીયર કંપનીમાંથી બોલતી હોવાનું જણાવીને કહ્યું કે, તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે. તે પાર્સલમાં રૂમાલ, લેપટોપ, પાસપોર્ટ અને ડ્રગ્સ મળી આવ્યું છે. સામે ફરિયાદીએ કહ્યું કે, તે પાર્સલ મારી નથી. બાદમાં અજાણ્યા શખ્સે જણાવ્યું કે, તમને મહારાષ્ટ્ર પોલીસમાંથી ફોન આવશે.
ખાતામાંથી રૂ. 2 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે
બાદમાં ફરિયાદીને એક ફોન આવ્યો હતો. જેમાં સામે વાળી વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઇ પોલીસમાંથી બોલતા હોવાની જણાવી હતી. ત્યાર બાદ અન્ય વ્યક્તિને વોટ્સએપ કોલ આવ્યો હતો. અને તેમણે સીબીઆઇ માંથી બોલતાન હોવાનું જણાવીને પાર્સલ વિશે જણાવીને નરેશ ગોયેલ કેસમાં ફરિયાદીના ડોક્યૂમેન્ટ મળ્યા હોવાનું જણાવ્યું હતું. જેમાં રૂ. 20 લાખ લઇને કેનેરા બેંકમાં ખાતું ખોલાવવા માટે છુટ આપેલી હતી. તે ખાતામાંથી રૂ. 2 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. જેના કમિશન પેટે ફરિયાદીએ રૂ. 20 લાખ લીધા છે. તેવોે આરોપ મુકવામાં આવ્યો હતો.
રકમ નહીં આપે તો ડિજીટલ અરેસ્ટ કરવાની સીધી ચીમકી
જો કે, ફરિયાદીએ તમામ વાત જોડે કોઇ નિસ્બત ના હોવાનું સ્પષ્ટ કહી દીધું હતું. ગઠિયાએ આ વાત સાબિત કરવા માટે બેંક એકાઉન્ટ, રોકાણ સહિતની વિગતો માંગી હતી. જે તમામ ફરિયાદીએ આપી હતી. બાદમાં ગઠિયાઓએ રકમ માંગી હતી, જો આ રકમ નહીં આપે તો ડિજીટલ અરેસ્ટ કરવાની સીધી ચીમકી પણ આપી હતી. બાદમાં ફરિયાદીએ ટુકડે ટુકડે રૂ. 90.90 લાખ ગઠિયાઓને આપ્યા હતા.
ગુનો દાખલ કરાવવાની અવેજમાં રૂ. 20 લાખ માંગવામાં આવ્યા
બાદમાં અન્ય એક ફોન નંબર પરથી ગઠિયાએ ફોન કર્યો હતો. અને નવે- 2024 માં જણાવ્યું કે, બધુ તમારૂ ક્લિયર થઇ ગયું છે. બે દિવસ પછી પૈસા પરત કરવા તે વડોદરા આવશે. ત્યારક બાદ ફોન આવ્યો કે, અંકિતા અને અભિષેક તેમના પૈસા આપવા નિકળ્યા હતા. પરંતુ તેમને એક્સિડન્ટ થઇ ગયો છે. તેમ કહીને ફરિયાદી પર ગુનો દાખલ કરાવવાની ધમકી આપી હતી. અને તેની અવેજમાં રૂ. 20 લાખ માંગવામાં આવ્યા હતા. આખરે ફરિયાદીએ પોતાના ભાઇને જાણ કરતા તેમણે પોલીસમાં જાણ કરવા જણાવ્યું હતું. આખરે ડિજીટલ અરેસ્ટ મામલે મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબરના આધારે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : જામનગરથી અપહરણ કરીને લવાતા શખ્સોને મુક્ત કરાવતી ગ્રામ્ય પોલીસ