ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ ઇશ્યુ થતા ઓપરેશન ખર્ચમાંથી મુક્તિ

VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં પ્રજાલક્ષી યોજનાઓના લાભો પ્રજાજનો ને ઘર આંગણે પહોંચાડવા માટે સરકારે સેવા સેતુ કાર્યક્રમનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ કાર્યક્રમથી નાગરિકોને સરકારની તમામ વ્યક્તિલક્ષી સેવાઓના લાભો એક જ સ્થળેથી આપવામાં આવે છે. જેના પરિણામે લોકોને...
01:36 PM Oct 20, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં પ્રજાલક્ષી યોજનાઓના લાભો પ્રજાજનો ને ઘર આંગણે પહોંચાડવા માટે સરકારે સેવા સેતુ કાર્યક્રમનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ કાર્યક્રમથી નાગરિકોને સરકારની તમામ વ્યક્તિલક્ષી સેવાઓના લાભો એક જ સ્થળેથી આપવામાં આવે છે. જેના પરિણામે લોકોને...

VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં પ્રજાલક્ષી યોજનાઓના લાભો પ્રજાજનો ને ઘર આંગણે પહોંચાડવા માટે સરકારે સેવા સેતુ કાર્યક્રમનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ કાર્યક્રમથી નાગરિકોને સરકારની તમામ વ્યક્તિલક્ષી સેવાઓના લાભો એક જ સ્થળેથી આપવામાં આવે છે. જેના પરિણામે લોકોને તાલુકા કક્ષાની કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી એટલું જ નહીં નાણાં અને સમયનો વ્યય થતો નથી. રાજયવ્યાપી સેવા સેતુ (SEVA SETU - VADODARA) ના કાર્યક્રમથી લાભાર્થીઓને એક જ સ્થળેથી લાભ મળ્યાનો સંતોષ વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

ડોકટરે કહ્યું કે, તમારે ઓપરેશન કરાવવું પડશે

આયુષ્માન કાર્ડ (AYUSHMAN CARD - PMJAY) ના લાભાર્થી સૂરજભાઈ પ્રસાદ જણાવી રહ્યા છે કે, મને ડાયાબિટીસની બિમારી થઈ ત્યારે મેં ધ્યાન આપ્યું ન હતું. આમતેમ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લેતો હતો. પરંતુ જયારે મને વધારે દુખાવો થયો ત્યારે મેં એસ.એસ.જી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા માટે ગયો ત્યારે મને ડોકટરે કહ્યું કે,તમારે ઓપરેશન કરાવવું પડશે.ત્યારે મેં ડોક્ટરને પુછ્યું કે આનો ખર્ચ કેટલો થશે તો મને કહ્યું કે આમાં ૨૦થી૩૦ હજારનો ખર્ચ થશે.આ સમયે મેં એકદમ ચોંકી ગયો હતો કેમ કે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી મારાથી આટલા રૂપિયા નીકળીશકે એમ ન હતું.

એક જ કલાકમાં આયુષ્માન કાર્ડ મળી ગયું

વધુમાં લાભાર્થી જણાવી રહ્યા છે કે,મને ડોક્ટરે સભાહ આપી કે તમારી પાસે આયુષ્માન કાર્ડ છે જો એ હોય તો તમારી સારવાર એકદમ ફ્રીમાં થઈ જશે. મને સેવા સેતુ કાર્યક્રમની જાણ થઈ એટલે મેં તરત આયુષ્માન કાર્ડ કરાવવા માટે આવી ગયોને મને એક જ કલાકમાં આયુષ્માન કાર્ડ મળી ગયું. હવે હું એકદમ ટેન્શન વગર મારી સારવાર સારી હોસ્પિટલમાં કરાવી શકીશ. હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.

આ પણ વાંચો -- VADODARA : કંપની સંચાલકના ફોટોના સહારે રૂ. 69 લાખની ઠગાઇ

Tags :
AidayushmanBeneficiarybycardfreeissueonoperationPMJAYsetusevasporttheVadodara
Next Article