ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : "શિવજી કી સવારી"ના ખર્ચનો ભાર પાલિકા પર નાંખવાનો તખ્તો ઘડાયો

VADODARA : શિવજી કી સવારીનું આયોજન સત્યમ શિવમ સુંદરમ સમિતી દ્વારા કરાય છે. જેની સાથે શરૂઆતથી ધારાસભ્ય યોગેશ પટેલ સંકળાયેલા છે
11:38 AM Feb 12, 2025 IST | PARTH PANDYA
VADODARA : શિવજી કી સવારીનું આયોજન સત્યમ શિવમ સુંદરમ સમિતી દ્વારા કરાય છે. જેની સાથે શરૂઆતથી ધારાસભ્ય યોગેશ પટેલ સંકળાયેલા છે

VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં વર્ષ 2023 ના રોજ શિવજી કી સવારી (SHIVJI KI SAVARI) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યા હતા. અને તેમની ઉપસ્થિતીમાં સુરસાગર તળાવમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માટે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ મેળવવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. જો કે, અત્યાર સુધી કોઇ પણ પ્રકારની સરકારી ગ્રાન્ટ આવી નથી. જેથી હવે આ ખર્ચનું ભારણ વડોદરાવાસીઓ પર પડે તેવો તખ્તો ઘડાઇ રહ્યો છે. જેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવી છે. (SHIVJI KI SAVARI EXPENSE BURDEN ON VMC IN STANDING COMMITTEE AGENDA - VADODARA)

કાર્યક્રમ ભવ્ય, દિવ્ય અને યાદગાર બન્યો હતો

શિવરાત્રી પર વડોદરામાં યોજાતી શિવજી કી સવારીનું અનોખું આકર્ષણ છે. વર્ષ 2023 માં યોજાયેલા શિવજી કી સવારી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. અને તેમની હાજરીમાં સુરસાગર તળાવમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. શિવજી કી સવારી કાર્યક્રમ અંતર્ગત વિવિધ લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો ભવ્ય અને યાદગાર બને તે માટે તંત્રએ કોઇ કસર છોડી ન્હતી. કાર્યક્રમના પોસ્ટરો, બેનરો, કાર્યક્રમના દિવસે આયોજન સ્થળ પર સુવિધાઓ, કાર્યક્રમ લાઇન નિહાળી શકાય તેવી વ્યવસ્થાઓ, શિવ જી કી સવારીના સ્વાગત માટેના સ્ટેજ, ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી, સહિત અનેક તૈયારીઓ કરાઇ હતી. જેથી કાર્યક્રમ ભવ્ય, દિવ્ય અને યાદગાર બન્યો હતો.

વડોદરા પાલિકાના બજેટમાં ખર્ચ કરીને તેના નાણાં ચૂકવવા જણાવાયું

આ કાર્યક્રમનો શોભાવવા માટે કુલ રૂ. 1.05 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે, આ કાર્યક્રમની ગ્રાન્ટ હજી સુધી સરકારમાંથી નહીં આવી હોવાના કારણે હવે તેનું ભારણ વડોદરાવાસીઓ પર નાંખવાનો તખ્તો ઘડાયો છે. તાજેતરમાં મળનારી પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં ઇજારદાર એજન્સીને વડોદરા પાલિકાના બજેટમાં ખર્ચ કરીને તેના નાણાં ચૂકવવા જણાવાયું છે.

આ ખર્ચ વડોદરાવાસીઓ પર થોપવામાં આવી રહ્યો છે

શિવજી કી સવારીનું આયોજન સત્યમ શિવમ સુંદરમ સમિતી દ્વારા કરવામાં આવે છે. જેની સાથે શરૂઆતથી ધારાસભ્ય યોગેશ પટેલ સંકળાયેલા છે.  આ મામલે રાજ્ય સરકારનું ટુરીઝમ વિભાગ આ કાર્યક્રમની ગ્રાન્ટ આપવામાં નિષ્ફળ રહ્યું હોવાથી હવે આ ખર્ચ વડોદરાવાસીઓ પર થોપવામાં આવી રહ્યો છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. પાલિકા સુત્રના જણાવ્યા અનુસાર, સુરસાગર પાલિકાની માલિકીનું છે, અને તેની નિભાવણી પાલિકા તંત્ર કરી રહ્યું છે. સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ માત્ર સર્વેશ્વર મહાદેવની પ્રતિમાની નિભાવણી કરી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : કોર્પોરેટરનો સગાવાદ : લગ્નપ્રસંગ માટે તાત્કાલિક રોડનું કાર્પેટીંગ કરાવ્યું

Tags :
asexpenseGovtGrantGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsimposekinoonprogramsavarishivjitoVadodaraVMC
Next Article