ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : 'શિવજી કી સવારી'ના આયોજકોની પોલીસ કમિશનર સાથે બેઠક

VADODARA : આજની તારીખે (મુખ્યમંત્રી) તેમના આગમન અંગે કોઇ સ્પષ્ટતા નથી. આવનાર દિવસોમાં તે અંગે જાણ કરવામાં આવશે - પોલીસ કમિશનર
01:03 PM Feb 24, 2025 IST | PARTH PANDYA
VADODARA : આજની તારીખે (મુખ્યમંત્રી) તેમના આગમન અંગે કોઇ સ્પષ્ટતા નથી. આવનાર દિવસોમાં તે અંગે જાણ કરવામાં આવશે - પોલીસ કમિશનર

VADODARA : વડોદરા (VADODARA) માં મહાશિવરાત્રી પર આયોજિત શિવજી કી સવારી (SHIVJIKISAVARI - VADODARA) ના આયોજકો શહેલ પોલીસ કમિશનરની મુલાકાતે પહોંચ્યા (ORGANIZER MEETING WITH VADODARA CITY POLICE COMMISSIONER) છે. અને આયોજન અંગે સંકલન કાર્ય હાથ ધર્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય સાથે જ ભક્તો હર્ષોલ્લાસભેર શિવજી કી સવારીમાં ભાગ લઇ શકે તેવું આયોજન થનાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બંને પક્ષે એકબીજાના સાથ અને સહકાર સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ તકે શિવજી કી સવારીમાં યોજાનાર મહાઆરતીમાં રાજ્યના મુખ્યમંત્રીની હાજરી અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નહિં હોવાનું પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું છે.

આયોજકો અને પોલીસ બંને એકબીજાને સાથસહકાર આપશે

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે મીડિયાને જણાવ્યું કે, અમે શિવજી કી સવારીને લગતી તૈયારી કરી દીધી છે. તે સિવાય કેટલાક મુદ્દાઓને સંકલનથી સુરક્ષા વ્યવસ્થા જળવાય તેવા પ્રયત્નો કરવામાં આવનાર છે. આ સાથે કલેક્ટર, પાલિકા, વિજ કંપની, ફાયર સેફ્ટી ઓફિસર અને હેલ્થ ઓફિસર જોડે પણ સંકલન કરાશે. આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવ્યો છે. આયોજકો અને પોલીસ બંને એકબીજાને સાથસહકાર આપશે, તે બાબતે સહમત થયા છે. બધા શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકે સાથે જ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કટિબદ્ધતા દર્શાવાઇ છે.

લાઉડ સ્પીકરનો ઉપયોગ પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરાય

વધુમાં તેમણે જણાવ્યું કે, વીઆઇપી વિઝીટ અંગે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આજની તારીખે તેમના આગમન અંગે કોઇ સ્પષ્ટતા નથી. આવનાર દિવસોમાં તે અંગે જાણ કરવામાં આવશે. લાઉડ સ્પીકર અંગે ગૃહવિભાગ અને સુપ્રીમ કોર્ટના સૂચનોનું પાલન કરવાનું રહેશે. લાઉડ સ્પીકરનો ઉપયોગ પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરાય છે. આ કાર્યક્રમ સમયે મુકાનાર ડીજે સહિતની માહિતી આયોજકો અને પોલીસ બંને પાસે છે. ડીજે સંચાલકો જોડે એસીપી-ડીપીસી કક્ષાએ બેઠકો થઇ છે. નિયમાનુસાર ડીજેનો ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષા અને પર્વની ઉજવણી બંનેન લઇને પોલીસ વિભાગ સંવેદનશીલ છે.

આ પણ વાંચો --- VADODARA : દેણા ખાતે બફર તળાવની કામગીરી શરૂ, વિશ્વામિત્રી પ્રોજેક્ટનો આરંભ

Tags :
CommissionerdiscussGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsissuemeetorganizerpoliceprocessionregardingshivjikisavariVadodaravariouswith
Next Article