ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : મકરસંક્રાંતિ પૂર્વે ચાંદીના વરખવાળી 1,111 કિલો ઘૂઘરી ગૌ માતાને અર્પણ કરતો 'શ્રવણ'

VADODARA : કેટલીક જગ્યાએ તો ગૌ માતા પ્લાસ્ટીક ખાતા હોય તેવા દ્રશ્યો પણ આપણે જોઈએ છીએ. અમે તે ચિત્ર બદલવા માંગીએ છીએ - નીરવ ઠક્કર
03:06 PM Jan 11, 2025 IST | PARTH PANDYA
VADODARA : કેટલીક જગ્યાએ તો ગૌ માતા પ્લાસ્ટીક ખાતા હોય તેવા દ્રશ્યો પણ આપણે જોઈએ છીએ. અમે તે ચિત્ર બદલવા માંગીએ છીએ - નીરવ ઠક્કર

VADODARA : વડોદરા (VADODARA) ની શ્રવણ સેવા (SHRAVAN SEVA) ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિ પૂર્વે 33 કોટી દેવી-દેવતાઓનો વાસ ધરાવતા ગૌ માતાને ચાંદીની વરખા સાથે ડ્રાયફ્રુટથી લબાલબ ઘૂઘરીનો ભોજ (COW WORSHIP BEFORE UTTARAYAN - VADODARA) અર્પણ કર્યો છે. સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર (NIRAV THAKKAR - SHRAVAN SEVA) નું કહેવું છે કે, લોકો વધુમાં વધુ ગૌ સેવા સાથે જોડાય તે માટે અમે નિયમીત પ્રયત્નો કરીએ છીએ. મારૂ માનવું છે કે, અમારૂ કાર્ય ગૌ સેવાના ઇતિહાસમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે. આપણે સૌ તો ચાંદીની વરખવાળી મીઠાઇ હોંશે હોંશે ખાઇએ છીએ. પરંતુ ગૌ માતા માટે વિશેષત: મીષ્ઠાન તૈયાર કરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ કાર્યમાં યોગદિપસિંગ જાડેજા અને રૂકમિલભાઇ શાહ પણ જોડાયા હતા.

અમે તે ચિત્ર બદલવા માંગીએ છીએ

નીરવ ઠક્કરે જણાવ્યું કે, શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ગૌ માતાને ચાંદીની વરખ સાથે ડ્રાયફ્રુટથી લબાલબ 1,111 કિલો સામગ્રીથી તૈયાર કરવામાં આવેલી ઘૂઘરી અર્પણ કરવામાં આવી છે. અમારી સંસ્થા વિતેલા ચાર વર્ષથી નિસહાય વૃદ્ધોને નિયમીત સ્વાદિષ્ટ ભોજનસેવા અને એક વર્ષથી ગૌ સેવા, તથા પ્રાણી સેવામાં જોડાયેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે, ગૌ માતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. પરંતુ તે પ્રમાણે તેમને સન્માન મળતું નથી. કેટલીક જગ્યાએ તો ગૌ માતા પ્લાસ્ટીક ખાતા હોય તેવા દ્રશ્યો પણ આપણે જોઈએ છીએ. અમે તે ચિત્ર બદલવા માંગીએ છીએ. જેના માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ.

પૂણ્યકાળ એટલે કે શ્રેષ્ઠ મૂહુર્તમાં કરીએ છીએ

નીરવ ઠક્કરે વધુમાં ઉમેર્યું કે, મકરસંક્રાંતિ પર્વ પર ગૌ માતાને ઘૂઘરી ખવડાવાની સાથે દાન-પૂણ્યનું અનોખું મહત્વ છે. અમે આજથી ગૌ માતાને ઘૂઘરી જમાડીને ગૌ સેવા કાર્યની શરૂઆત કરી છે. જે ઉત્તરાયણ સુધી ચાલશે. ઘૂઘરી બાદ ગૌ માતાને તલ-શિંગની ચીકી, ફળ-ફળાદી, પૌષ્ટિક આહાર, લીલું ઘાસ સહિતનો ભોગ જમાડવામાં આવશે. અમે આ કાર્ય પૂણ્યકાળ એટલે કે શ્રેષ્ઠ મૂહુર્તમાં કરીએ છીએ. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં આશરો લેતી જરૂરિયાતમંદ અને નિસહાય ગૌ માતા માટે આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

સંસ્કારોમાં સિંચાયેલા ગુણોનું નિયમિત પાલન કરવાનું છે

લોકોને અપીલ કરતા નીરવ ઠક્કર જણાવે છે કે, ગૌ માતા પ્લાસ્ટીક ના ખાય, ગૌ માતાનું પેટ કચરાપેટી ના બને, તેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. જેમ આપણા નાનપણમાં જમવાનું બનતા સમયે પહેલી રોટલી ગૌ માતા માટે કાઢવામાં આવતી હતી. તે જ વાતનું આજે પુનરાવર્તન થાય તો ગૌ માતાની હાલત સુધરશે તેવો મને વિશ્વાસ છે. આપણે નવું કશું નથી કરવાનું, જે ગૌ સેવાનું આપણા સંસ્કારોમાં સિંચન કરવામાં આવ્યું છે, તેનું નિયમિત પાલન માત્ર કરવાનું છે.

આ પણ વાંચો -- VADODARA : ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં મોટા ફેરફાર, ખૂણે ખૂણેથી કચરો એકત્ર કરાશે

Tags :
BeforecowEffortGujarat FirstGujarat NewsGujarati NewsOfferprayersevaShravanspecialtouniqueUttarayanVadodara
Next Article