Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શ્રી કુબેર ભંડારી મંદિરમાં વિવાદ વકર્યો, દાનપેટી હટાવાઇ

VADODARA : કુબેરેશ્વર મંદિરની દાનપેટી ખોલવા માટે એક અધિકારીની ઉપસ્થિતિમાં દાનપેટી ખોલવા માટે કરેલા હુકમનું ઉલ્લંઘન કરાયાનો આરોપ
vadodara   શ્રી કુબેર ભંડારી મંદિરમાં વિવાદ વકર્યો  દાનપેટી હટાવાઇ
Advertisement

VADODARA : વડોદરા પાસે આવેલા ડભોઇના વિશ્વવિખ્યાત કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટીઓ વચ્ચેનો વિવાદ વકર્યો છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટીઓ વચ્ચેની ભાંજગડ દરમિયાન શ્રી કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની દાનપેટી મંદિરમાંથી હટાવી લેવામાં આવી છે. તેની જગ્યાએ પંચાયતી અખાડાની દાનપેટી મુકી દેવામાં આવી છે. જેથી આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ કરવાની દિશામાં પગલાં ભરાય તો નવાઇ નહીં. (SHREE KUBER BHANDARI TRUST INTERNAL DISPUTES INCREASE AS DONATION BOX REMOVED - VADODARA)

જુના યુનિફોર્મ ઉતારાવડાવીને પંચાયતી અખાડાના યુનિફોર્મ પહેરાવ્યા

વડોદરા જિલ્લાના ડભોઇમાં આવતા કુબેર ભંડારી મંદિરના શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટમાં બે ટ્રસ્ટીઓ સામે ત્રણ ટ્રસ્ટીઓએ મોરચો માંડ્યો છે. મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચતા સંમતિ વિના મનસ્વી વહીવટ નહીં કરવા તેમજ નાણાંકિટ ગેરવહીવટ અંગે સ્યુક્ત ચેરિટી કમિશનરે 11 એપ્રીલ સુધી વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ વચ્ચે શુક્રવારે પંચાયતી અખાડા સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના કર્મચારીઓને જુના યુનિફોર્મ ઉતારાવડાવીને પંચાયતી અખાડાના યુનિફોર્મ પહેરાવ્યા હતા.

Advertisement

ચેરિટી કમિશનરે સીલ કરેલી 24 જેટલી દાનપેટી ગાયબ

પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું કે, કુબેરેશ્વર મંદિરની દાનપેટી ખોલવા માટે એક અધિકારીની ઉપસ્થિતિમાં દાનપેટી ખોલવા માટે કરેલા હુકમનું ઉલ્લંઘન કરીને પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓએ મનસ્વી રીતે ચેરિટી કમિશનરે સીલ કરેલી 24 જેટલી દાનપેટી ગાયબ કરી દીધી છે. અને તેમના અખાડાની દાનપેટી મુકી દીધી છે. ઉપરાંત મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને દાન બદલ પંચાયતી અખાડાની રીસીપ્ટ આપવામાં આવી રહી છે.

Advertisement

પૂજારીને મંદિરના કેમ્પસમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા

સુત્રોએ તેમ પણ ઉમેર્યું કે, પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓ દ્વારા બાઉન્સલ બોલાવીને મંદિરમાં પરંપરાગત રીતે સેવાપૂજા કરતા પૂજારીને મંદિરના કેમ્પસમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા છે. જેને પગલે માહોલ તંગ બન્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો --- VADODARA : ગાયની અડફેટે યુવતિના મોત બાદ ત્રણ ઢોરવાડા દુર કરાયા

Tags :
Advertisement

.

×