VADODARA : SMC એ ફાયરિંગ કરીને પકડેલા દારૂના કેસમાં મુખ્યસુત્રધાર હજી પણ ફરાર
VADODARA : 31 ડિસેમ્બર પહેલા વડોદરા (VADODARA) ના હરણી પોલીસ મથકમાં આવતા દરજીપુરામાં દારૂના કટીંગ સમયે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા (SMC RAID - VADODARA) પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં અવરોધ થતા ફાયરીંગ કરીને કન્ટેનર ભરીને રૂ. 22 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ સાથે ત્રણને દબોચી લેવામાં આવ્યા હતા. આ મામલે હરણી પોલીસ મથક (HARNI POLICE STATION - VADODARA) માં બનેલી ઘટનાની તપાસ કારેલીબાગ પોલીસ મથક (KARELIBAUG POLICE STATION - VADODARA) ના પીઆઇ વ્યાસને સોંપવામાં આવી હતી. જો કે ઘટનાને 6 દિવસ જેટલો સમય વિતી ગયા બાદ પણ મુખ્યસુત્રધાર ઝુબેર મેમણ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી નથી.
લિસ્ટેડ બુટલેગર સહિત 8 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
31, ડિસે. પહેલા દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ, વિવિધ બ્રાન્ચો તથા રાજ્યની ટીમો સક્રિય બની હતી. તેવામાં વર્ષના અંતિમ દિવસ દરજીપુરામાં રાત્રીના સમયે ખુલ્લા મેદાનમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમી મળતા જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. 22 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણને દબોચી લીધા હતા. તો આ ઘટનામાં લિસ્ટેડ બુટલેગર સહિત 8 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો જોડે સ્થાનિકોએ ઘર્ષણ કરતા સ્વચબચાવમાં ટીમોએ બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ ઘટનાને પગલે હરણી પોલીસનું નાક કપાઇ જવા પામ્યું હતું.
પોલીસ આરોપીને પકડવા માટે દિવસ રાત એક કર્યા
આ ઘટનામાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. હરણી પોલીસનું નાક કાપતી ઘટનાની તપાસ તાજેતરમાં કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસને સોંપવામાં આવી હતી. હરિત વ્યાસ દ્વારા તપાસ હાથમાં લીધા બાદ પણ હજી સુધી મુખ્ય સુત્રધાર સુધી પહોંચી શકાયું નથી. પોલીસ આરોપીને પકડવા માટે દિવસ રાત એક કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. છતાં કંઇ નક્કર હાથ લગ્યું નથી. આરોપી ક્યાં સુધીમાં પકડાય છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : MSU ગર્લ્સ હોસ્ટેલ પાસે ચાલતી જતી યુવતિના ફોનની તફડંચી