ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ડેસરના ફાર્મ હાઉસમાં ધમધમતું ઠગાઇનું કોલ સેન્ટર ઝડપાયું

VADODARA : દરોડામાં ફાર્મ હાઉસના માલિક સહિત 10 ની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું કે, કોલ ઓપરેટર મહેસાણાના છે.
10:35 AM Mar 08, 2025 IST | PARTH PANDYA
VADODARA : દરોડામાં ફાર્મ હાઉસના માલિક સહિત 10 ની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું કે, કોલ ઓપરેટર મહેસાણાના છે.

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી નજીકના ડેસરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડીને ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. શેર બજારના નામે કોરાણ કરવાનું જણાવીને મોટી ઠગાઇ કરતી ગેંગને દબોચી લેવામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને સફળતા મળી છે. આ કાર્યવાહીમાં 10 ને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય સુત્રધાર સહિત બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ દરોડામાં 26 મોબાઇલ ફોન, 8 સીમ કાર્ડ મળીને રૂ. 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલાની ઉંડાણ પૂર્વક તપાસના અંતે મોટી ઠગાઇ પકડાય તો નવાઇ નહીં. (SMC RAID ON CALL CENTER INVOLVED IN MONEY FRAUD - DESAR, VADODARA)

9 ઓપરેટરો દ્વારા કોલ સેન્ટર ચલાવવમાં આવતું હતું

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ડેસર નજીક આવેલા વચ્છેસર ગામે ફાર્મ હાઉસમાં ધમધમતા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કોલ સેન્ટર થકી સોશિયલ મીડિયા મારફતે શેર બજારમાં મોટા નફાની લાલચ આપીને લિંક મોકલવામાં આવતી હતી. શરૂઆતના સમયમાં ગ્રાહકને મોટો નફો દેખાતો હતો. જે બાદ મોટી રકમ પડાવવામાં આવતી હતી. આ કૌભાંડ અંગેની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ જી. આર. રબારી સુધી પહોંચતા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. 9 ઓપરેટરો દ્વારા કોલ સેન્ટર ચલાવવમાં આવતું હતું, અને ગ્રાહકોને મોટા ફાયદાની લાલચ આપીને ફસાવવામાં આવતા હતા.

કોલ સેન્ટરનો મુખ્ય સુત્રધાર શૈલેષ ઠાકોર ઉર્ફે એસકે

દરોડામાં ફાર્મ હાઉસના માલિક સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું કે, મોટા ભાગના કોલ ઓપરેટર મહેસાણા જિલ્લાના છે. આ કોલ સેન્ટરનો મુખ્ય સુત્રધાર શૈલેષ ઠાકોર ઉર્ફે એસકે (રહે. સબલપુર, વડનગર, મહેસાણા) હોવાનું ખુલ્યું છે. તેનો ભાગીદાર અનિલ ઠાકોર (રહે. સબલપુર) છે. બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

કોલ સેન્ટરમાંથી ઝડપાયેલા આરોપી અને તેમનો હોદ્દો

  1. ઠાકોર હસમુખભાઇ વિજયેશજી (રહે. કાંકણપુર) - ટીમ હેન્ડલર
  2. ઠાકોર પ્રકાશજી રમેશજી (રહે. ડભોડા) - કોલ ઓપરેટર
  3. ઠાકોર નાગજી દશરથજી (રહે. વડનગર) - કોલ ઓપરેટર
  4. કમલેશ શંકરભાઇ ગરાસિયા ઠાકોર (રહે. વડનગર) - કોલ ઓપરેટર
  5. ઠાકોર કિસ્મતજી રમેશજી (રહે. સાબલિયા) - કોલ ઓપરેટર
  6. ઠાકોર સુનિલકુમાર રમેશજી (રહે. ડભોડા) - કોલ ઓપરેટર
  7. ઠાકોર સાહિલજી ગોવિંદજી (રહે. ખટાશ) - કોલ ઓપરેટર
  8. ઠાકોર યોગેશજી ભરતજી (રહે. શાહપુર) - કોલ ઓપરેટર
  9. ઠાકોર અજય રમેશજી (રહે. છબલિયા) - કોલ ઓપરેટર
  10. પરમાર જિતેન્દ્રસિંહ અનુપસિંગ (રહે. વચ્છેસર) - ફાર્મ હાઉસ માલિક

આ પણ વાંચો --- VADODARA : ઘરફોડ સહિત અનેક ગુના આચરતી સિક્લીગર ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ

Tags :
CallCenterFraudGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsininvolvedmoneyonRaidSMCVadodara
Next Article