VADODARA : કોર્ટમાં 'રીલબાજી' કરતા યુવકનો વીડિયો વાયરલ
VADODARA : વડોદરાની કોર્ટ (VADODARA COURT) ના પરિસરમાં યુવકે રીલબાજી કરી હોવાનો વીડિયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ (SOCIAL MEDIA CIRCLE VIRAL VIDEO - VADODARA) થવા પામ્યો છે. જે વાહનમાં પોલીસ આરોપીને લઇને આવે છે, તે વાનમાંથી જાણે વટભેર નીકળતો હોય તેવી રીતે યુવક પોતાની જાતને વીડિયોમાં દર્શાવી રહ્યો છે. બાદમાં તે કોર્ટની લોબીમાં પહોંચે છે, જ્યાં તે ચાલતો જાય છે, અને વીડિયોમાં સાઉન્ડ મુકવામાં આવ્યો છે જેમાં બોલે છે કે, મેં કબુલ કરતા હું કે મેં ગુંડા હું, મેં બાદશાહ હું. વાયરલ થયેલા વીડિયો પૈકી એકમાં તો કોર્ટ રૂમમાં બેઠો છે, અને બહારથી આ વીડિયો લેવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
વાનમાં આરોપીને લઇને પોલીસ કોર્ટમાં આવતી હોય છે
સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે લોકો પોતાના જીવનનું રિસ્ક લેતા, કાયદો અથવા નિયમો તોડતા પણ ખચકાતા નથી. આવા વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પોતાની કાર્યવાહી કરે છે. પરંતુ આ કાર્યવાહી એટલી નક્કર નહીં હોવાના કારણે આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં યુવક કોર્ટમાં પોલીસ વાનમાંથી ઉતરે છે., સામાન્ય રીતે આ વાનમાં આરોપીને લઇને પોલીસ કોર્ટમાં આવતી હોય છે. ત્યાર બાદ યુવક કોર્ટ રૂમ સુધી જાય છે. તેમાં પાછળથી વીડિયો બનાવવામાં આવ્યો છે. જેમાં સાઉન્ડ મુકવામાં આવ્યો છે કે, મેં કબુલ કરતા હું કે મેં ગુંડા હું, મેં બાદશાહ હું.
વીડિયોમાં યુવકની હીરોગીરી સ્પષ્ટ જોવા મળી રહી છે
એક રૂમમાં તે કોર્ટ રૂમ જેવા દેખાતા રૂમમાં બેઠો છે. તેની આજુબાજુમાં પોલીસ તથા અન્ય બેઠા છે. જેમાં યુવકનો બહારથી વીડિયો લેવામાં આવ્યો છે. સમગ્ર વીડિયોમાં યુવકની હીરોગીરી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ યુવકનું નામ આરીફ શેખ નામનું હોવાનો અંદાજ છે. આ વીડિયો પ્રથમ તેણે પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મુક્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : નકલી પોલીસ બની અપહરણ કરીને પૈસા પડાવનાર ટોળકી ઝબ્બે


