VADODARA : પેસેન્જર બેસાડવા મામલે વાહન ચાલકો વચ્ચે જાહેરમાં મારામારી
VADODARA : વડોદરામાં ખાનગી વાહન ચાલકોને અટકાવવા માટે તંત્રના લાખ પ્રયત્નો છતાંય સફળતા મળી નથી. જેની સાબિતી આપે તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના છેવાડે આવેલી દુમાડ ચોકડી પાસે ખાનગી કારમાં પેસેન્જરને બેસાડવા મુદ્દે બે કાર ચાલકો વચ્ચે જાહેરમાં છુટ્ટાહાથે મારામારી થઇ હોવાનો વીડિયો સપાટી પર આવ્યો છે. આ વીડિયો સામે આવતાની સાથે આરટીઓ વિભાગની પેસેન્જર ભરીને જતા ખાનગી વાહન ચાલકો વિરૂદ્ધની ડ્રાઇવ ઢીલી પડી હોવાનો પણ લોકોમાં ગણગણાટ છે. (PRIVATE CAR DRIVER FIGHT OVER PASSENGER PUBLICLY - VADODARA)
-Vadodaraમાં અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે
-શહેરમાં વધુ એક વખત જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા
-દુમાડ ચોકડી પાસે કારમાં મુસાફરો બેસાડવા બાબતે બબાલ
-પેસેન્જરને બેસાડવા મુદ્દે બે વાહનચાલકો વચ્ચે થઈ મારામારી@Vadcitypolice #Vadodara #PublicFight #Crime #ViralVideo… pic.twitter.com/nHGfkTzTML— Gujarat First (@GujaratFirst) March 27, 2025
વીડિયો દુમાડ ચોકડી પાસેનો હોવાનો પ્રાથમિક અંદાજ
વડોદરાથી અમદાવાદ સુધી મુસાફરોને લઇ જવા માટે ખાનગી વાહનોનો રાફડો ફાટ્યો છે. તંત્ર દ્વારા આ રાફડો દુર કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ તેનો કાયમી ઉકેલ મળી શક્યો નથી. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો દુમાડ ચોકડી પાસેનો હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળ્યા અનુસાર, જાહેરમાં બે ખાનગી કારના ચાલકો મારામારી કરી રહ્યા છે. આ નજારો પસાર થતા લોકો જોઇ રહ્યા છે.
સમા પોલીસ મથક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી
આ ઘટનામાં અમદાવાદના શખ્સને દંડા વડે માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક સુત્રોએ જણાવ્યું છે. આ મામલો સ્થાનિક પોલીસ સુધી પહોંચ્યો છે. અને સમા પોલીસ મથક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ વીડિયોમાં મારામારી કરનાર શખ્સ સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : લાંચિયા PF ઇન્સ્પેક્ટરના ઘરેથી રૂ. 2 લાખ રોકડા મળ્યા


