Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઘરે આવતા ગેસના બોટલનું વજન ખાસ તપાસજો ! અડધો ડઝન કૌભાંડિયા ઝડપાયા

VADODARA : વડોદરા (VADODARA) માં ઘરેલુ ગેસના બોટલમાંથી ગેસ ચોરીનું મસમોટું કૌભાંડ (GAS REFILLING SCAM) સામે આવ્યું છે. જેમાં ગેસ એજન્સીના માણસો અને તેમના મળતિયાઓ દ્વારા જ ગેસના ભરેલા બોટલમાંથી ગેસના ખાલી બોટલમાં થોડો ગેસ ભરવામાં આવતો હતો. એસઓજીની ટીમ...
vadodara   ઘરે આવતા ગેસના બોટલનું વજન ખાસ તપાસજો   અડધો ડઝન કૌભાંડિયા ઝડપાયા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ઘરેલુ ગેસના બોટલમાંથી ગેસ ચોરીનું મસમોટું કૌભાંડ (GAS REFILLING SCAM) સામે આવ્યું છે. જેમાં ગેસ એજન્સીના માણસો અને તેમના મળતિયાઓ દ્વારા જ ગેસના ભરેલા બોટલમાંથી ગેસના ખાલી બોટલમાં થોડો ગેસ ભરવામાં આવતો હતો. એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં અડધો ડઝન કૌભાંડિયા ઝડપાયા છે. જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

એજન્સીના કર્મચારીઓ કૌભાંડ કરતા મળી આવ્યા

વડોદરાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, CISF હેડ ક્વાટર્સની દિવાલની આડમાં ખુલ્લી જગ્યામાં ટેમ્પાઓના ચાલક તથા હેલ્પરો અને તેના મળતિયાઓ ભેગા મળીને ટેમ્પોમાં ભરેલા ગેસના બોટલોના સીલ ખોલીને પાઇપ વડે ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ ભરીને ચોરી કરી રહ્યા છે. અને તે બોટલોને ફરી સીલ કરીને રીપેકીંગ કરીને ગ્રાહકોને આ બોટલનો સપ્લાય કરી રહ્યા છે. બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા સ્થળ પર જઇને રેડ કરવામાં આવી હતી. રેડમાં ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ એજન્સીના કર્મચારીઓ ગેસ ચોરીનું કૌભાંડ કરતા મળી આવ્યા હતા.

Advertisement

ગ્રાહકોને ખોટો વિશ્વાસ અપાવતા

તેમના દ્વારા પૂર્વ આયોજિત રીતે ગ્રાહકોનું ડિલીવરી ચલણ મેળવીને તેના ગેસના બોટલો ગ્રાહકને સપ્લાય કરતા પહેલા તેનું સીલ તોડી તેમાંથી લોખંડની પાઇપ વડે કોમર્શિયલ ગેસના બોટલમાં ભરતા હતા. બાદમાં આ કોમર્શિયલ ગેસના બોટલોનું વેચાણ કરતા હતા. બોટલોમાંથી બિંદાસ્ત ગેસચોરી કરીને ગ્રાહકોને નિયત સ્ટોક મુજબનો છે તેવો વિશ્વાસ અપાવતા હતા.

6 ઝડપાયા, 1 વોન્ટેડ

આ મામલે એસઓજીની કાર્યવાહીમાં રૂ. 2.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ અડધો ડઝન આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપીઓના નામ અશોક બળવંતરામ માજુ, માંગીલાલ રૂપારામ ગોદારા, લાદુરામ સહીરામ માજુ, માંગીલાલ ઓમપ્રકાશ ખીચડ, સુભાગરામ બલવતરામ માંજુ, સુભાષરામ રૂપારામ ગોદારા (તમામ રહે. રાઠવા ગેસ ગોડાઉન, કરોડીયા રોડ વડોદરા શહેર, મુળ રહે. રાજસ્થાન) છે. જ્યારે કતુબદીન કાલુભાઇ કુરેશી (રહે. કરોડીયા રોડ, વડોદરા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કૌભાંડ જોતા હવે જો ઘરે ગેસનો બોટલ આવે તો તેનું વજન કરાવીને જ લેવાનો આગ્રહ રાખવો જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : ફતેગંજ બ્રિજ નીચે કારમાંથી રૂ. 12.40 લાખના MD ડ્રગ્સ સાથે બે ઝબ્બે

Tags :
Advertisement

.

×