Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રાતના અંધારામાં અફીણની હેરાફેરી નાકામ, રૂ. 7.65 થી વધુનો મુદ્દામાલ જપ્ત

VADODARA : ટીમની રેડમાં ભંવરલાલ ગોવર્ધનલાલજી જયપાલ તથા દેવજીભાઇ ખોડાભાઇ પ્રજાપતિ વગર પરમીટે અફીણ સાથે પકડાઇ ગયા
vadodara   રાતના અંધારામાં અફીણની હેરાફેરી નાકામ  રૂ  7 65 થી વધુનો મુદ્દામાલ જપ્ત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG - VADODARA POLICE) ની ટીમો સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, નંબર વગરની બાઇક પર અફીણનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. 7.65 લાખનો અફીણ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં બે ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વગર પરમીટે અફીણ સાથે પકડાઇ ગયા

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, મંદસૌર જિલ્લામાં રહેતો જયપાલ નામનો શખ્સ કાળા સિલ્વર કલરની નંબર વગરની બાઇક પર અફીણનો જથ્થો લઇને જઇ રહ્યો છે. આ માલ દેવજી ખોડા પ્રજાપતિ નામના શખ્સને મોડી રાત્રે ગોલ્ડન ટોલ નાકાથી આરટીઓ તરફ જતા રસ્તે ભેગા થનાર છે. જેના આધારે ટીમો દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી હતી. જેમાં ભંવરલાલ ગોવર્ધનલાલજી જયપાલ તથા દેવજીભાઇ ખોડાભાઇ પ્રજાપતિ વગર પરમીટે અફીણ સાથે પકડાઇ ગયા હતા. બાદમાં બંનેને હરણી પોલીસ મથકમાં લાવીને તેમના વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

કુલ રૂ. 7.65 લાખનો મુદ્દામાલ જપ્ત

ઉપરોક્ત કાર્યવાહીમાં ભંવરલાલ ગોવર્ધનલાલજી જયપાલ (રહે. ગાંગાખેડી ચોરાયા, તિત્રોડગમા,. મંદસૌર, મધ્યપ્રદેશ) અને દેવજીભાઇ ખોડાભાઇ પ્રજાપતિ (રહે. મહાકાળી સોસાયટી, ન્યુ સમા, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે 6.09 લાખની કિંમતનું 6 કિલોથી વધુનું અફીણ, મોબાઇલ, બાઇક, એક્ટીવા મળીને કુલ રૂ. 7.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

રૂ. 39,79 લાખનો મુદ્દામાલ સાથે 9 આરોપીઓની ધરપકડ

વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સ્પેશિલ ઓપરેશન ગ્રુપ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. વિતેલા 20 દિવસમાં એનડીપીએસ એક્ટ હેઠળના 4 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં 28.32 રૂ. ના માદક પદાર્થો સાથે કુલ કિં. રૂ. 39,79 લાખનો મુદ્દામાલ સાથે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : ગુગલના જમાનામાં ગીલોલથી હાથફેરો કરતી ત્રિચી ગેંગ ઝબ્બે

Tags :
Advertisement

.

×