Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પ્રજાસત્તાક દિનને ધ્યાને રાખીને SOG નું સરપ્રાઇઝ ચેકીંગ

VADODARA : સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG - VADODARA) તથા ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT - VADODARA) દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું
vadodara   પ્રજાસત્તાક દિનને ધ્યાને રાખીને sog નું સરપ્રાઇઝ ચેકીંગ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY - 2025) જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG - VADODARA) તથા ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT - VADODARA) દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકીંગમાં હજી સુધી કંઇ વાંધાનજક મળી આવ્યું નથી. ટીમો દ્વારા એકાએક તપાસ કરવામાં આવતા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

મોલ, સિનેમાઘરો, તથા જાહેર જગ્યાઓ પર ચેકીંગ

પ્રજાસત્તાક પર્વ નજીક આવી રહ્યો છે. તેમ તેમ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ કોઇ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના ના બને તે માટે વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મોલ, સિનેમાઘરો, તથા જાહેર જગ્યાઓ પર જ્યાં પબ્લિક મોટી સંખ્યામાં હાજર હોય ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Advertisement

લોકોમાં ઉત્સુકતા જોવા મળી

આ સાથે જ જે તે જગ્યાના સંચાલકો અને સિક્યોરીટી ગાર્ડસને સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી સુચનો આપવામાં આવી રહ્યા છે. આ ચેકીંગ દરમિયાન એસઓજીની ટીમો દ્વારા વાહન ચેકીંગ, સ્થળ ચેકીંગ તથા વિવિધ દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર હોય તેવી જગ્યાએ ચેકીંગ હાથ ધરવાના કારણે લોકોમાં અલગ જ પ્રકારની ઉત્સુકતા જોવા મળી રહી છે. એસઓજી સુત્રોના જણાવ્યા પ્રમાણે, ટીમો દ્વારા આગામી સમયમાં પણ આ રીતે ચેકીંગ તથા અન્ય સુરક્ષા અને સલામતીના કાર્યો કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : શહેરની એક એવી દુકાન જેનો નફો ગાંધીજીને મોકલાતો હતો

Tags :
Advertisement

.

×