VADODARA : હરિપ્રબોધમ જૂથની પિટિશન ડિસમિસ, જાણો શું થશે અસર
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સોખડા (SOKHDA) ના સ્વામીનારાયણ સંપ્રદાયથી અલગ થયેલા હરિ પ્રબોધમ જૂથને સુપ્રીમ કોર્ટમાંથી નિરાશા સાંપડી હોવાનું હાલ સપાટી પર આવવા પામ્યું છે. સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ હવે હરિ પ્રબોધમ જૂથે બાકરોલ સ્થિત મિલ્કત ખાલી કરવી પડશે. અને હરિધામ દ્વારા જે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેનો સ્વિકાર કરવો પડશે. આ અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે.
કબ્જો જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી
હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીનું વર્ષ 2021 માં નિધન થયું હતું. તેમના નિધન બાદ સંપ્રદાયના વડા તરીતે પ્રેમસ્વરૂપ સ્વામીની નિયુક્તી કરવામાં આવી હતી. જો કે, તે બાદથી પ્રબોધજીવન સ્વામી જૂથ તેમનાથી અલગ થયું હતું. તાજેતરમાં સોખડા હરિધામ સંસ્થા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રબોધજીવન સ્વામી જૂથે હરિધામમાંથી અલગ થઇને આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબ્જો જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી. બંને મિલકતોમાં થયેલી વચગાળાની રહેણાંક વ્યવસ્થા જાળી રાખવા માટેની દાદ માંગતી સ્પેશિયલ પીટિશન આ વર્ષે મે મહિનામાં દાખલ કરવામાં આવી હતી. જેને સુપ્રીન કોર્ટની બે જજની બેંચ દ્વારા ડિસમિસ કરવામાં આવી છે.
સૂચવેલા વૈકલ્પિક સ્થળે રહેવા માટેની ઓફર પણ આપી હતી
સાથે જ કાનુની રાહે પ્રબોધજીવન દાસના હરિપ્રબોધમ જૂથ સામે કાનુની રાહે પગલાં લેવાની યોગી ડિવાઇન સોસાયટીને છુટ આપી છે. આ અગાઉ યોગી ડિવાઇન સોસાયટના અધ્યક્ષ પ્રેમ સ્વરૂપ સ્વામીએ હરિપ્રબોધમ જુથને હરિધામ પરત આવવા અથવા તો સૂચવેલા વૈકલ્પિક સ્થળે રહેવા માટેની ઓફર પણ આપી હતી. જેનો પ્રબોધસ્વામીના જૂથે અસ્વિકાર કર્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : અંજના હોસ્પિટલ શંકાના ઘેરામાં, "ખ્યાતિ" જેવું કૌભાંડ ખુલી શકે છે