VADODARA : મધરાત્રે દુકાનોમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરવો પડ્યો
VADODARA : વડોદરાના ડભોઇ રોડ પર આવેલી ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લગાવાની ઘટના મધરાત્રે સામે આવી છે. આ ઘટનામાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તુરંત દોડી આવ્યા હતા. અને વહેલી સવાર સુધી સ્થિતીને કાબુમાં લઇ લેવામાં આવી હતી. એક તબક્કે આગની ભીષણતાને જોતા મેજર કોલ જાહેર કરવો પડ્યો હોવાનું અધિકારીએ મીડિયાને જણાવ્યું છે. આ ઘટનામાં સંચાલકોને મોટું નુકશાન પહોંચ્યું હોવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ તબક્કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. (SOMA TALAV AREA SHOP UNDER MASSIVE FIRE - VADODARA)
આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયામાં 12 જેટલા ફાયર ટેન્ડર જોડાયા
વડોદરાના ડભોઇ રોડ પર આવેલા સોમા તળાવ, ગણેશ નગર બહાર ફર્નિચરની દુકાનો આવેલી છે. જેમાં આજે સવારે ત્રણ કલાકે ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે જાણ થતા જ ફાયલના લાશ્કરો તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. અને સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયામાં 12 જેટલા ફાયર ટેન્ડર જોડાયા હોવાનું વિભાગીય સુત્રોએ જણાવ્યું છે. હાલ તબક્કે આગ લાગવા પાછળું કારણ જાણી શકાયું નથી. ભીષણ આગમાં સંચાલકોને મોટું નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં એકથી વધુ દુકાનો આગની ચપેટમાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
અમે મેજર કોલ જાહેર કર્યો હતો
ફાયર જવાને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ડભોઇ રોડ, મહાનગર પાસે અમને કોલ મળ્યો હતો, કે મોટી આગ લાગી છે. અને તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બધા સ્ટેશનથી ગાડીઓ આવી હતી. અને આગ પર કાબુ મેળવવાના સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવા પાછળનું કોઇ કારણ જાણી શકાયું નથી. આગ પુર ઝડપે ફેલાઇ હતી. અમે મેજર કોલ જાહેર કર્યો હતો. સ્થિતી કંટ્રોલમાં આવી રહી છે. ત્રણ વાગ્યે અમને કોલ મળ્યો હતો, ત્યારથી કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો --- VADODARA : જાંબુઆ નદીનો પટ કચરાપેટી બન્યો, તંત્રની ઘોર બેદરકારી