ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : SPINETICS HOSPITAL માં આગનું છમકલું, દર્દીઓ અન્યત્રે શિફ્ટ

VADODARA : શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સ્પાયનેટિક્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ (Spinetics Hospital and Research Centre) ની ઇલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલમાં હાજર સ્ટાફ દ્વારા ફાયર એક્ઝટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ...
11:58 AM Aug 09, 2024 IST | PARTH PANDYA
VADODARA : શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સ્પાયનેટિક્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ (Spinetics Hospital and Research Centre) ની ઇલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલમાં હાજર સ્ટાફ દ્વારા ફાયર એક્ઝટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ...

VADODARA : શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સ્પાયનેટિક્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ (Spinetics Hospital and Research Centre) ની ઇલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલમાં હાજર સ્ટાફ દ્વારા ફાયર એક્ઝટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથે જ ફાયર વિભાગના જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ બાદ ચાર જેટલા દર્દીઓને ઇમર્જન્સી એક્ઝીટ મારફતે બહાર કાઢીને અન્યત્રે શિફ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં વોલ્ટેજ ઓછા-વત્તુ થવાનું કારણ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

વિજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું

વડોદરાની સ્પાટનેટિક્સ હોસ્પિટલમાં આગનું છમકલું સામે આવ્યું છે. જેમાં હોસ્પિટલની ઇલેક્ટ્રીક પેનલમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. ઘટના સામે હોસ્પિટલના સ્ટાફ દ્વારા તુરંત ફાયર એક્ઝ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. તો બીજી તરફ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સ્ટાફ તાત્કાલીક દોડી આવ્યો હતો. ત્યાર બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલનું વિજ કનેક્શન સુરક્ષાના કારણોસર કાપી નાંખવામાં આવ્યું છે. સાથે જ વિજ કંપનીને જાણ કરવામાં આવી છે.

નવું વાયરીંગ કર્યા બાદ એનઓસી મળશે

ફાયર ઓફીસરે જણાવ્યું કે, વડોદરા ફાયરને સ્પાયનેટિક્સ હોસ્પિટલમાં ફાયર અંગેનો કોલ મળ્યો હતો. દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હોસ્પિટલની પેનલમાં આગ લાગી હતી. તે સમયે હોસ્પિટલના સ્ટાફે સતર્ક રહીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. તમામ સ્ટાફ માહિતગાર હતું, જેથી તેમણે આગ સામે તુરંત જ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પેનલમાં વિજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે. સાથે જ વિજ કંપનીને આ અંગેની જાણ કરવામાં આવી છે. નવું વાયરીંગ કર્યા બાદ તેમને એનઓસી આવવામાં આવશે. બાદમાં તેઓ ફરી શરૂ કરી શકશે. હોસ્પિટલમાં ચાર દર્દીઓ હતા. તેમને તાત્કાલીક અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

વોલ્ટેજમાં ઓછુ-વત્તુ થવું નુકશાનકારક

હોસ્પિટલ મેનેજમેન્ટ સુત્રોના જણાવ્યા અનુસાર, વિજ થાંભલામાં સ્પાર્ક થયો હતો. ત્યાર બાદ વોલ્ટેજમાં ઓછુ-વત્તુ થતા લોકોના ઘરોમાં ફ્રીજ-એસી-ટીવીમાં નુકશાન થયું છે. હોસ્પિટલમાં એલસીબી લાગેલી હતી. તેમાં ફાયર થયું હતું. અને વિજ મીટરોમાં પણ ફાયર થયું હતું. કોઇ જાનહાની થઇ નથી. વહેલી જાણ થઇ ગઇ એટલે તુરંત ફાયર એક્ઝ્ટીંગ્યુશર કામે લગાડ્યા અને ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. હોસ્પિટલ પાસે આગ અકસ્માત સામે પહોંચી વળવા પર્યાપ્ત સુવિધાઓ છે. અકોટામાં હોસ્પિટલ અને સ્થાનિકો દ્વારા વોલ્ટેજમાં ફેરફાર અંગે ફરિયાદ કરવામાં આવી છે. સિંગલ ફેસ પર હોય તો તે ઉડી જાય છે. છતાં દર ચોમાસામાં આ પ્રકારની સમસ્યા સામે આવતી રહે છે. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્યત્રે શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : સુશેન પાસે ચાલુ વરસાદે ખાડા પુરાયા, મેયરે કહ્યું "જવાબ માંગીશુ"

Tags :
akotacaughtControlfireHospitalpenalshort-circuitsSituationspineticsunderVadodara
Next Article